Sur Sangat: Shuklas : વીણેલા મોતી - Sur Sangat

Jump to content

 • (6 Pages)
 • +
 • 1
 • 2
 • 3
 • Last »
 • You cannot start a new topic
 • You cannot reply to this topic

Shuklas : વીણેલા મોતી વીણેલા મોતી

#1 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 17 July 2010 - 07:25 PM

માનવતાની માવજત – જીજ્ઞેશ અધ્યારૂ

ભૂખ વિશેની એક રચના તેની ભયંકરતાનો ચિતાર કાંઇક અલગ રીતે જ આપે છે,

રેલ્વેના પાટા / અને તેની પર પડેલી બે લાશ / કોને ઉપાડે, કોને તપાસે / એક માણસ અને એક જાનવર / બેય કપાઇ ગયા / સંજોગોવશાત / કપાઇ ગયા અને જોડાઇ ગયાં / લોકો દૂરથી જોતા / આવતા અને જતા રહેતા / સમયનું પરિવર્તન થયું / ભૂખનું બિભત્સ નર્તન થયું / ભીડ આગળ વધી / લાશ ઉપાડવા / ભીડ માણસોની હતી / લડતી રહી / લાશ માણસની હતી / સડતી રહી…

લોકોએ માણસની લાશનું / આમ પણ શું કરવાનું હતું / કારણકે એનાથી / કોનું પેટ ભરવાનું હતું?

માણસનું પેટ કાયમ ખાલી ને ખાલી જ હોય, મોત તો એક વખત આવે અને જતી રહે, પણ ભૂખ તો રોજ પાછળ પડેલી જ રહે. પ્રભુને પણ ક્યારેક માંનવની સહનશક્તિની, તેની દાનતની પરીક્ષા કરવાની ઇચ્છા થતી હશે, નહીંતર તેણે એવા સંજોગ ન સર્જ્યા હોત જ્યારે જન્મ થતાં વેંત માણસને માનસીક અપંગતા મળે, સામાન્ય માણસને તો સમજ પણ પડે કે મને ભૂખ લાગી છે, પરંતુ જેનું માનસ તેના પોતાના શરીરની કાળજી નથી લઇ શક્તું, પોતાના શરીરની પીડા, તેની જરૂરતોને સમજી નથી શક્તું એવા લોકોને ભૂખની, પ્રાથમિક જરૂરતની પીડા કેટલી તડપાવતી હશે?

આપણે બધાએ, જો નોંધ કરી હોય તો, આપણા શહેરોમાં, ગામડાઓમાં, રસ્તાની કોરે બેઠેલા, ઉભેલા ઉપેક્ષિત, માનસીક વિકલાંગ લોકોને જોયા જ હશે. ક્યારેક તેમના ઘરનાં કંટાળીને તેમને આમ રખડતાં છોડી દે છે, ક્યારેક તેમની માનસિક પરિસ્થિતી જ તેમને સગાવહાલાંઓથી વિખૂટા પાડી દે છે. કદી વિચાર્યું છે કે તેમની ભૂખ કેમ શમતી હશે? તેમને કોણ ખવડાવતું હશે? કોણ તેમને જીવનની આ અતિપ્રાથમિક સુવિધા આપતું હશે? કોઇક રસ્તાના કિનારે ફૂટપાથ પર જ્યારે તેઓ મૃત્યુના છેલ્લા શ્વાસો લેતા હશે ત્યારે તેમની સંભાળ કોણ લેતું હશે? તેમને કોણ અગ્નિદાહ આપતું હશે? આપણે આવું વિચારવાનો કદી મોકો ઝડપ્યો નથી. આ સામાન્ય કાર્ય નથી. આપણે તેમના વિશે ઝાઝી ચિંતા કરતા નથી કારણકે આવું કામ કરવાની આપણને કદી ઇચ્છા થતી નથી, એ ગંદા ગાંડા લોકોના ચહેરા પર મુસ્કાન જોવાની, તેમની ભૂખને એકાદ વખત પણ શમાવવાની કાળજી આપણે દાખવી નથી. એમને સમાજ ગાંડા કહીને ધુત્કારે છે, આ સ્વાર્થી સમાજમાં જ્યાં સમજુઓને પણ જીવવા સંઘર્ષ કરવો પડે છે ત્યાં આવા નિર્દોષ, નિષ્કામ માણસોની શી વિસાત?

બેંગલોરમાં ફાઇવ સ્ટાર હોટલમાં નોકરી કરતા અને ધનિક, હાઇ સોસાયટીના લોકો માટે જાતજાતના સ્વાદ, ભાતભાતના ભોજનો બનાવતા કામરાજ યુનિવર્સિટીના કેટરીંગ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ એવા કોઇક યુવાનને તેની કારકિર્દીના ઉચ્ચતમ વળાંક રૂપે ટ્રેનીંગ માટે સ્વિત્ઝર્લેંડ મોકલવામાં આવનારા થોડાક લોકોમાં પસંદ કરવામાં આવ્યો. તેની કારકિર્દી માટે આ એક સીમાચિન્હ રૂપી બદલાવ હતો. હવે તેનું જીવન વધુ વૈભવશાળી, વધુ સગવડભર્યું થવાનું હતું. કોઇ પણ 20 વર્ષના યુવાન માટે આવી તક તેના જીવનની સુવર્ણઘડી હોય છે, એવી તક જેના માટે તેમનું અત્યાર સુધીની મહેનત, અથાગ ભણતર, બધાંનો બદલો મળી રહ્યો હોય.

માતા પિતાને મળવા તે તમિલનાડુમાં આવેલા પોતાના શહેર મદુરાઇ આવ્યો, શહેરમાં ફરતા એક વખત તેણે રસ્તાના કિનારે ફુટપાથ પર એક માનસિક વિકલાંગને કાંઇક ખાતા જોયો, તેને ત્યાં કાંઇક અજુગતુ હોવાનો આભાસ થયો, તેણે નજીક જઇને જોયું તો પેલો વ્યક્તિ પોતાનું મળ ખાતો દેખાયો . તે આ દ્રશ્ય જોઇને અવાચક થઇ ગયો. વિશ્વમાં આવું પણ થતું હશે, લોકો આવા નિરાધાર અને ભૂખથી આવા મજબૂર હશે તેનો જીવતો જાગતો દાખલો તે પોતાની સામે જોઇ રહ્યો હતો. તેણે અત્યાર સુધી ઉચ્ચ દરજ્જાના લોકોને જાતજાતના પકવાન ખવડાવ્યા હતા, પણ એ જ સમાજના બીજા છેડાની આ હકીકત તેની આંખો સામે હતી, તેણે તરતજ આમ થતું અટકાવ્યું, નજીકના એક રેસ્ટોરન્ટમાં દોડ્યો. તાત્કાલીક જે મળી શકે તે આપવા કહ્યું, અને થોડીક ઇડલી લઇને તે પેલા માણસ પાસે પાછો આવ્યો. તેને ઇડલી સાંભાર ખવડાવ્યા. પેલો એક શ્વાસે એ બધું ખાઇ ગયો, ખાતા ખાતા તેની આંખોમાં આંસુ હતા, તેની વધેલી દાઢીમાંથી પણ તેનું સ્મિત ઝળકી આવતું. ઇડલી જેવી રોજબરોજના નાસ્તામાં વપરાતી વસ્તુ પણ કોઇકને આટલો અપાર આનંદ આપી શકે છે તે જોઇને આ મિત્ર સ્તબ્ધ થઇ ગયો. જીવનની એક ખૂબ કડવી પણ સત્ય હકીકતનો તે સામનો કરી રહ્યો હતો. ઇડલી ખાઇ રહ્યા પછી પેલાએ તેની સામે જોઇને આંખોમાં આંસુ સાથે ફક્ત સ્મિત કર્યું, તેનો હાથ પકડી ઘણી વાર સુધી પેલો બેસી રહ્યો….. કોણ જાણે તેને કેટલા દિવસે આવું ખાવાનું મળ્યું હશે…

તમારા મતે હવે શું થવું જોઇએ? પોતે પેલા વિકલાંગનું પેટ ભર્યું એ બદલ પોતાની જાતને આ મિત્રએ શાબાશી આપવી જોઇએ, અને તેની આંખોમાં જોયેલી કૃતજ્ઞતા બદલ ખુશ થવું જોઇએ, એક પુણ્ય કર્યાનો સંતોષ સાથે લઇને તેણે સ્વિત્ઝર્લેન્ડ જવું જોઇએ. સાચી વાત ને ?

આપણા જેવો કોઇપણ સામાન્ય માણસ કદાચ આમ જ કરે, પણ આ માણસ સામાન્યમાંથી કાંઇક અસામાન્યને પામી ચૂક્યો હતો. તેણે પોતાની એ હાઇપ્રોફાઇલ નોકરી, સ્વિત્ઝર્લે ન્ડમાં જવાની અને કારકીર્દી બનાવવાની મહેચ્છાઓ ત્યાગવાનું અને શહેરમાં રહેલા આવા બધા માનસિક વિકલાંગોને ખવડાવવા માટે, તેમની કાળજી માટે કાંઇક કરવાનું નક્કી કર્યું. તેના મિત્રોએ, ઘરવાળાઓએ, સમાજે તેનો વિરોધ કર્યો. અસામાન્ય કરવાવાળાઓને કદાચ તેમના યજ્ઞની શરૂઆતથી સ્વિકૃતિ મળતી નથી. પણ ગંગાસતી કદાચ આવા લોકો માટે જ કહી ગયા છે, “મેરૂ તો ડગે પણ જેના, મન નો ડગે પાનબાઇ…”

આ બધાં વિરોધ છતાં પોતાની વાત પર અડગ એવા આ યુવાને પોતાના યજ્ઞને હવે પોતાના જીવનનું લક્ષ્ય બનાવી દીધું. તેણે એક અઠવાડીયા પછી પોતાની નોકરી છોડી દીધી, તેણે પોતાની જાત સાથે એવી સમજણ કેળવી લીધી હતી કે એ આવું કાંઇક અસામાન્ય કરવા જ સર્જાયો છે. પોતાની બધી બચતને કામે લગાડી પોતાના ઘરની આસપાસના વિસ્તારોમાં બાઇક પર ફરી, આવા લોકોને શોધી તેમને ખવડાવવાનું તેણે શરૂ કર્યું.

આ શહેર મદુરાઇ, અને આ યુવાન તે ક્રિષ્ણન. ક્રિષ્ણન કહે છે, ” જો પેલા માણસે મારો આભાર માન્યો હોત, શબ્દોનો સહારો લઇને તેણે જો મને ધન્યવાદ કહ્યું હોત તો કદાચ હું મારી કારકિર્દી માંજ આગળ વધ્યો હોત, પણ તેણે એવું કાંઇ ન કર્યું. એની એ આનંદી આંખો અને તેમાંથી વહેતા આંસુઓએ, એ ક્ષણે મને મારા જીવનનું ધ્યેય આપી દીધું.” આજના સમયમાં જ્યારે યુવાનોપર સમાજ વ્યવસ્થા તોડીને, લાગણીથી દૂર, પોતાના સ્વાર્થ માટે જ જીવતા હોવાનો આરોપ મૂકાય છે, આજનું યુવાધન વેડફાઇ રહ્યું હોવાના દાવા જ્યારે ગાઇ વગાડીને કરાય છે ત્યારે ક્રિષ્ણન આ બધી વાતોની સામે એક દીવાદાંડી બનીને ઉભા રહે છે. 20 વર્ષના કોઇ પણ યુવાન માટે નામ અને પૈસા કમાઇ આપતી કારકિર્દી છોડીને માનવસેવાનો આ માર્ગ પસંદ કરવું કેટલું અઘરું હશે તે સરળતાથી સમજી શકાય તેવી બાબત છે.

શરૂઆત તેણે આવા ત્રીસ લોકોને ખવડાવવાથી કરી. પોતાની માતાના રસોડામાં એ ભોજન બનાવતો અને બાઇક પર નીકળી પડતો. થોડાક વખત પછી તેણે પોતાના ઘરમાં રસોડાની નજીક તેણે પોતાનું અલગ રસોડું શરૂ કર્યું. જૂન 2003માં તેણે અક્ષય ટ્રસ્ટની સ્થાપના કરી. કેટલું બંધબેસતું નામ? વૃધ્ધો, માનસિક વિકલાંગો, ત્યજાયેલા અપંગો એ બધાં લોકો માટે ક્રિષ્ણન ખરેખર અક્ષયપાત્ર જ બનીને આવ્યા. 2003માં કોઇ શુભેચ્છકે તેમને મારૂતિ ઓમ્ની વાન ભેટ આપી. હવે બાઇકને બદલે એ ગાડી તેમને દૂર દૂર સુધી પહોંચાડવા લાગી. તેમનું કાર્યક્ષેત્ર વિકસતું રહ્યું. પહેલા તે એકલા ખોરાક બનાવતા, હવે તેમની સાથે બીજા બે લોકો જોડાયા. અક્ષયના મેનુંમાં શાકાહારી સાદુ પરંતુ સ્વાદિષ્ટ ભોજન આવા લોકોને મળવા લાગ્યું. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, ઉપમા વગેરે, તો બપોરના અને સાંજના ભોજનમાં ભાત અને સાંભાર અથવા અઠવાડીયાના બે દિવસ શાકાહારી બીરીયાની તેઓ વહેંચવા લાગ્યા. એક દિવસનો ચારસો લોકોને ત્રણ વખત ખવડાવવાનો ખર્ચ લગભગ પંદર હજાર રૂપીયા જેટલો આવે છે.. ક્રિષ્ણન કહે છે, “આ લોકોની તકલીફ એ છે કે તેઓ ભિખારીઓ નથી, તેઓ મંદીરની આસપાસથી પોતાના માટે ભોજનની વ્યવસ્થા નથી કરી શક્તા, માંગી શક્તા નથી. આવા લોકો સામાન્ય રીતે રેલ્વે પ્લેટફોર્મ, ફૂટપાથના કિનારે કે પુલની નીચે બેઠેલા મને મળી આવતા.”

નવેમ્બર 2009 સુધીમાં 1, 15,000 થી વધુ ભોજનો તેઓ પીરસી ચૂક્યા છે. તે પણ ફક્ત લોકોના સાથ અને સહકારને કારણે, ફક્ત મૌખીક પ્રસિધ્ધિ દ્વારા મળેલી મદદ. અક્ષય ટ્રસ્ટે અત્યાર સુધી પોતાની જાહેરાત કે પ્રચાર માટે એક રૂપીયાનો ખર્ચ પણ કર્યો નથી કે તેમને કોઇ પણ વહીવટી ખર્ચ કરવો પડતો નથી. અહીં આપવામાં આવતું કોઇ પણ દાન ફક્ત આવા ભોજન માટે જ ખર્ચવામાં આવે છે.

આજે તેની લાલ રંગની મારૂતિ ઓમ્ની વાન લગભગ રોજ મદુરાઇમાં 170 કિલોમીટર ફરે છે. તેને એક દિવસ 400 લોકોને ત્રણ વખત ખવડાવવા અને લગભગ 170 કિલોમીટરનો પ્રવાસકરવાના આ કાર્ય નો લગભગ 15000 રૂપિયાનો ખર્ચ આવે છે. 2002 થી 2008 સુધીમાં અક્ષય ટ્રસ્ટ એક પણ વખતનું ભોજન આપવાનું ચૂક્યા વગર લગભગ 1, 15,000 થી વધુ ભોજનો કરાવી ચૂક્યું છે. ક્રિષ્ણનના માનવ સેવાના યજ્ઞ બદલ ઘણી સંસ્થાઓ મદદ કરવા આગળ આવી રહી છે. સામાજીક રીતે જાગૃત ઉદ્યોગપતિઓ અને સહ્રદયી લોકોએ મદદ પહોંચાડવાનું વચન આપ્યું છે. પણ ખર્ચ અને મોંઘવારી વધતી જ રહે છે તેથી, એ હજુ પણ લોકોના દાન અથવા પોતાની બચત વાપરીને આ સામાજીક ફરજ નિભાવે છે.

સી.એન.એન -આઇ.બી.એન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે 2008માં માણસના નૈતિક વિજયને સન્માનવા તથા જેમણે પોતાના અંગત સ્વાર્થને નેવે મૂકીને સમાજ માટે, તેના અવગુણોને સુધારવા માટે પોતાની જાત સમર્પી હોય એવા લોકોને એક ઓળખાણ આપવા યોજાયેલા “ધ રીયલ હીરોઝ” કાર્યક્રમ અંતર્ગત ક્રિષ્ણનને તેના આ સત્કાર્ય બદલ શ્રી આમિરખાન અને શ્રી નીતા અંબાણીના હસ્તે માનદ ટ્રોફી અને રૂ. પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ક્રિષ્ણન કહે છે, “જો કોઇ પણ કાર્ય સમાજોપયોગી હોય, તો તેની પ્રતિભા અને લક્ષ્યનું સન્માન અચૂક થાય જ છે, અને અમે તેનું ઉદાહરણ છીએ.”

“હવે તમારી શી ઇચ્છા છે?” પ્રશ્ન સાંભળતા ક્રિષ્નનનો ઉત્સાહ છૂપાતો નથી. “અમારે આવા લોકોનું જીવન સ્તર સુધારવા, ઘર અને સમાજથી તરછોડાયેલા અને માનસીક રીતે અપંગ એવા લોકો માટે એક આશ્રયસ્થાન બનાવવું છે. લોકોના સહકારથી તેમની પાસે 2.6 એકર જમીન થઇ છે, તો એલ આઇ સી ગોલ્ડન જ્યુબીલી ફાઉંડેશન તરફથી તેમને આઇ સી યુ બ્લોકના બાંધકામ માટે 25 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે જેમાંથી 15 લાખ તેમને મળ્યા છે. અન્ય બ્લોકના બાંધકામ માટે એક શુભેચ્છકે તેમને 25 લાખની મદદ કરી છે. આ બે બ્લોકનું બાંધકામ પ્રગતિ પર છે. જો કે અન્ય બ્લોકના બાંધકામ માટે, ફાળો એકત્ર કરવા માટે ક્રિષ્ણનના પ્રયાસો ચાલી રહ્યા જ છે. ‘ અક્ષયઘર ‘ નામની આ જગ્યા આવા તરછોડાયેલા લોકો માટે એક વિસામો બનશે, તેમના પુન: વસવાટ માટેના પ્રયત્નો ત્યાં કરવામાં આવશે તથા વૃધ્ધો માટે તે અંતિમ પડાવ બની રહેશે કે જ્યાં જીવનની છેલ્લી ઘડીઓ તેઓ સન્માન પૂર્વક વીતાવી શકે.

આ વૃધ્ધ અને તરછોડાયેલા લોકોને ખવડાવવા સિવાય ક્રિષ્ણન એક અન્ય કાર્ય પણ કરે છે. તે આવા લોકોના વાળ કાપી આપે છે, એમને દાઢી કરી આપે છે. શહેરના વાળંદોએ આ લોકોના વાળ કાપવાની ના પાડી દીધી, એટલે ક્રિષ્ણન આ કામ પોતે કરે છે. રસ્તાના કિનારે કે ફૂટપાથ પર કે આવી જગ્યાઓએ મૃત્યુ પામેલા લોકોની અંતિમ ક્રિયા પણ ક્રિષ્ણન કરે છે. તેમની આખરી સફરને તે એક અદબથી પૂરી કરાવવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધી લગભગ 150 થી વધુ આવા અંતિમ સંસ્કાર તે કરી ચૂક્યા છે.

પોરબંદરમાં, અમે ખૂબ નાના હતા ત્યારે, અમારા વડીલો કહેતા કે ગાંડાઓ માટે પોરબંદર આખરી વિસામો છે, રેલ્વે માર્ગ પર ઘણી બધી ગાડીઓ માટે પોરબંદર અંતિમ સ્ટેશન છે. એટલે લોકો ઘરના મંદબુધ્ધિ લોકોને ગાડીમાં બેસાડી દે, અને અંતિમ સ્ટેશન હોવાના લીધે એ લોકો પોરબંદર પહોંચે અને અહીંના રેલ્વે સ્ટેશનની આસપાસ, અહીં તહીં ફર્યા કરે, કોઇક સહ્રદયી માનવનું મન કોઇક આવી જ પળે ઓગળ્યું હશે કે તેમણે પોરબંદરમાં આશ્રમ ખોલ્યો જેમાં આવા બધાં ગાંડાઓને તેઓ રાખતાં, તેમના વાળ કપાવતા, દાઢી કરાવતા, ખવડાવવાની વ્યવસ્થા કરતા, તેમની કાળજી, માવજત કરતાં. તે હતા પ્રાગજી બાપા. મેં સાંભળ્યું છે ત્યાં સુધી એસ. ટી. બસમાં કંડક્ટર હતા. પોરબંદરમાં કોઇકના ઘરે લગ્નપ્રસંગ કે કોઇ અન્ય પ્રસંગ હોય તો તેમનું આખુંય સરઘસ, પ્રાગજી બાપા આગળ અને પાછળ આવા મંદબુધ્ધિ લોકોની શિસ્તબધ્ધ ગાડી ચાલતી. પ્રાગજી બાપાના આશ્રમને ગાંડાઓનો આશ્રમ પણ કહે છે. ક્રિષ્ણન સાથે સંપર્ક પછી, તેમની વાતોમાં સચ્ચાઇનો રણકો સાંભળીને પ્રાગજીબાપાને પણ મનોમન યાદ કર્યા. એમ થયું કે આવા થાંભલાઓ છે ત્યાં સુધી સમાજને ચિંતા કરવાની જરૂરત નથી. હા, જરૂરત છે તેમને પૂરેપૂરો આધાર, મદદ આપવાની. ક્રિષ્ણનને મંદબુધ્ધિ લોકોના ખોરાકની વ્યવસ્થા માટે તો આર્થિક સહાયની જરૂરત છે જ સાથે ‘ અક્ષયઘર ‘ માટે પણ તેને મદદની જરૂરત છે. કદાચ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ જો આપણે તેને આપી શકીએ તો સમાજના એક નવા માર્ગને આપણે ટેકો આપી રહ્યા હોઇશું જે સ્વાર્થથી, સ્વત્વની વરવી બાબતોથી અને પોતાના મતલબની દુનિયાથી દૂર, સમાજ અને માનવ કલ્યાણની એક નેમ સાથે અવરિતપણે વધ્યે જાય છે. આ માર્ગ પર ચાલનારા વીરલાઓ છે, તેઓ અસામાન્ય લોકો છે, એવા લોકો જેમણે પોતાની પરવા કર્યા વગર અજાણ્યા, તરછોડાયેલાની સેવા કરી છે. આપણા સમાજ માટે, ભારત માટે આવા લોકો “આઇડલ” કે “સેલેબ્રિટી” હોવા જોઇએ.

અક્ષય ટ્રસ્ટ અને એન.ક્રિષ્ણનનો સંપર્ક કરવા તથા તેમના વિશે વધુ જાણવા આપ તેમની વેબસાઇટ પર www.akshayatrust.org જઇ શકો છો. અક્ષય ટ્રસ્ટને આર્થિક મદદ પહોંચાડવા વિશેની વિગતો નીચે મૂકી છે. અક્ષરનાદ ફક્ત આપ સુધી તેમની આ વાત પહોંચાડી રહ્યું છે.

( તેમને મદદ કરવાની આપની ઇચ્છા હોય તો આપ તેમને સ્વયં સંપર્ક કરી અથવા નીચેની વિગતો મારફત મદદ કરી શકો છો.

ભારતમાંથી અનુદાન


Akshaya’s Helping in H.E.L.P. Trust
ICICI Bank Ltd., Kochadai Branch, Madurai-625010
S.B.Account No.601 701 013 912

વિદેશમાંથી સહાય કરવા

Akshaya’s Helping in H.E.L.P. Trust
Account No. 601601081471
ICICI Bank Ltd., K.K.Nagar Branch, Melur Road, Madurai – 625 020 India

અથવા

N. Krishnan
SB account : 601601504494
ICICI Bank K.K.Nagar branch, Madurai 625020, India

MICR code: 625229006.

FCRA Regn No.075940512 Min. of Home Affairs, Govt. of India I.T. 80(G) Regn.No.108/2003-04 ITC Madurai, Donations exempt under 80 (G) of I.T. Act, Reg.No.108/2003-04/ITC Madurai, valid upto 31 March, 2010. Applied for Renewal.


સંપર્ક વિગતો:

Akshaya’s Helping in H.E.L.P. Trust, 9, West 1st Main Street, Doak Nagar Extension, Madurai – 625 010. India
Ph: +91(0)452 4353439/2587104, Cell:+91 98433 19933
E mail : [email protected]
www.akshayatrust.org )


http://aksharnaad.co...humanity-by-ja/
0

#2 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 27 July 2010 - 10:48 AM


સુંદર પુસ્તક -ડાઉનલોડ


http://aksharnaad.com/downloads/મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતાપૃથ્વી આમ તો ગુરુત્વાકર્ષણના આધારે ટકી રહી છે. પણ તે રહેવાલાયક બની છે સંતોના પગલાંથી. સંતબાલજી આવા અમૃત વર્ષાવનારા સંત હતાં. ભાલના મરવા પડેલા માણસો અને મરવા પડેલી નપાણીયા ધરતી પર તેમણે પગલાં માંડ્યાં અને તે અમૃતા થઈ ગહી. તેની કાંઈક વાર્તા આ નાનકડા પુસ્તકમાં કાશીબહેને, શિયાળ ગામનાં કાશીબાએ કરી છે. આ ‘અભિનવ દીક્ષા’ તેમના અનુભવોની ટૂંકી તવારીખ છે. સંકોચાતાં સંકોચાતાં લખેલ છે એટલે વસ્તુસંકોચ થયો છે. છતાં તવારીખી કડીઓ છે. એક નાની, સરલ, કાંઈક અબોધ બાલિકા, ધર્મ સંસ્કારે કેમ નવા પ્રકારની દીક્ષા પામી અને જન સમાજને દીક્ષિત કર્યો તેનો વૃત્તાંત ગુજરાતને મળે છે.

Click to download – [મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા ] :

http://aksharnaad.com/wp-content/uploads/d...inav-diksha.pdf

File Size - 1.45 MB, File Type : pdf,


શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક

શિવસૂત્રો સ્વયં શિવ દ્વારા પ્રગટાવેલ જ્ઞાન છે. આજથી આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વે આ અણમોલ આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનો ઋષિ વાસુગુપ્તને સાંપડ્યો હતો. કાશ્મીરી શૈવવાદનો એ મૂળ પાયો છે; જે માનવ જાતીના ઉત્કર્ષ માટે જ પ્રગટ્યો છે. પારંપારિક રીતે આગમ શબ્દનો અર્થ થાય છે, એવી વ્યવસ્થા અથવા એવા નિયમો જેને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક અપનાવવામાં આવતા હોય. શિવસૂત્રો અંગે એટલું સ્પષ્ટ થાય છે કે એ કોઈ માનવીએ નથી લખ્યા અને એ પ્રગટેલા જ્ઞાનને સૌપ્રથમ પામનાર હતા ઋષિ વાસુગુપ્ત. કુલ ૭૭ સૂત્રો ત્રણ ભાગ કે ઉપાયોમાં વહેંચાયેલા છે. યોગ વશિષ્ઠ અને અન્ય આધ્યાત્મિક વિષય ખૂબ ગહન અધ્યયન કરનારા તથા આધ્યાત્મિક સાહિત્યના અનુવાદ કરવામાં ખૂબ આનંદ અનુભવનારા વડીલ એટલે મહેન્દ્રભાઈ નાયક. તેમના દ્વારા પ્રસ્તુત કરાયેલ સુંદર પુસ્તક એટલે શિવસૂત્ર વિશેની પૂર્વભૂમિકા અને સમજણ. આધ્યાત્મિક જ્ઞાનને કોપીરાઈટના બંધનો ન હોવા જોઈએ એવું દ્રઢપણે માનનારા મહેન્દ્રભાઈનો આ પુસ્તક અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ આભાર માનવો ખૂબ ઓછો પડે છે. આ સુંદર અને જ્ઞાનવર્ધક પુસ્તક બદલ તેમને ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ.


Click to download – [Shivsutra purvabhumika ] :

http://aksharnaad.com/wp-content/uploads/d.../shiv-sutra.pdf


File Size - 1.23 MB, File Type : pdf,


એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ

શ્રી મણિલાલ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિલાલ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ આજથી અક્ષરનાદ પર વાંચકો માટે ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ
.[/colorClick to download – [Abraham Lincoln ] :

http://aksharnaad.com/wp-content/uploads/d...ham-Lincoln.pdf

File Size - 511.04 KB, File Type : pdf,


પરમ સખા મત્યુ – કાકા કાલેલકર

લોકમિલાપ ટ્રસ્ટની બધીજ ખિસ્સાપોથીઓમાંથી આ એક પુસ્તિકા મારા મનની, હૈયાની વધુ નજીક છે. કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ” આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે

Click to download – [Param Sakha Mrityu ] :

http://aksharnaad.com/wp-content/uploads/d...akha-mrityu.pdf

File Size - 1.09 MB, File Type : pdf,

જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક

આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું – એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક “જ્ઞાનનો ઉદય” અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર દેસાઈ નો ખૂબ ખૂબ આભાર.
Click to download – [જ્ઞાન નો ઉદય - મહેન્દ્ર નાયક ] :

http://aksharnaad.com/wp-content/uploads/d...yan-no-uday.pdf

File Size - 825.32 KB, File Type : pdf,
[color="#2E8B57"]મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય

મારું વિલ અને વારસો પુસ્તક વેદમૂર્તિ યુગદ્રષ્ટા ગુરુ પંડિત શ્રીરામ શર્માની જીવન-સાધનું સૌ કોઈને જીવનમાં પ્રેરણા આપે એવું પુસ્તક છે. જાગ્રત માનવી નિરંતર જીવનની સાધના દ્વારા કંઈક ને કંઈક એવું શોધવાને સિદ્ધ કરવા સતત પુરુષાર્થ કરતો આવ્યવો છે જે દ્વારા એને જીવનનું સાચું રહસ્યને સત્ય સિદ્ધ થાય. આચાર્ય શ્રીરામ શર્માની જીવન સાધનાનું બસો પાનાનું આ પુસ્તક પંદર વર્ષની ઉમ્મરથી ૭૫ વર્ષની ઉમ્મરે ૫હોંચ્યા ત્યાં સુધી સત્યની શોધ માટેની સાધકના પુરુષાર્થની એક વાસ્તવદર્શી અનુભવ કથા છે. આ બધા વર્ષો દરમિયાન પોતાને ક્યાંથી કેવી પ્રેરણા મળી. એ પ્રેરણા ૫છી એને સિદ્ધ્ કરવા પોતે કેવોને કેટલો પુરુષાર્થ ક્યો એનુ સુરેખ ને સુવાચ્ય આલેખન સમગ્ર પુસ્તકમાં થયું છે.

Click to download – [Maru Vil ane varso ] :

http://aksharnaad.com/wp-content/uploads/d...llAndVarsho.pdf

File Size - 6.56 MB, File Type : pdf,
0

#3 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 28 July 2010 - 02:37 PM

આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય


[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : [email protected] ]

શનિવારે હનુમાન મંદિરમાં નજર કરીએ કે ગુરુવારે સાંઈબાબાના મંદિરમાં જઈને ઊભા રહીએ તો ખૂબ નવાઈ લાગે એવું દ્રશ્ય જોવા મળે. જીન્સ અને ટી-શર્ટ પહેરેલા, કેપ્રીઝ અને શોર્ટ્સ પહેરેલા 14 થી 20-22-25ની ઉંમરના કેટલાય યુવાનો અને યુવતીઓ મંદિરમાં જોવા મળે.

સામે પક્ષે કોઈને ઘેર જઈએ અને માતા-પિતા આ જ ઉંમરના યુવાન દીકરાને ઓળખાણ કરાવે તો પગે લાગવાને બદલે આ ઉંમરનાં બાળકો ‘હાય’ કે ‘હેલો’ કહીને હાથ મિલાવવાનું પસંદ કરે છે. કદાચ માતા-પિતા આગ્રહ રાખે તો એ વડીલને પગે લાગે છે ખરા, પરંતુ કમને ! લગ્નમાં કે સામાજિક પ્રસંગે જ્યારે આ સત્તરથી પચીસના યુવાનોને લઈ જવાનો આગ્રહ કરવામાં આવે ત્યારે એમનો પહેલો સવાલ હોય છે, ‘મને ત્યાં શું મજા આવશે ?’ અથવા ‘મારું ત્યાં શું કામ છે ?’ કદાચ એમને પરાણે સાથે લઈ જવામાં આવે તો ત્યાં જઈને સતત પોતાના મોબાઈલ ઉપર રમ્યા કરવા સિવાય એ ભાગ્યે જ કોઈ વાતમાં રસ લે છે. ઘરે મહેમાનો આવે ત્યારે સાથે બેસવા કે વાતો કરવાને બદલે આ પેઢી પોતાના રૂમમાં બેસવાનું કે ટીવી જોવાનું પસંદ કરે છે. આ પેઢી વાંચતી નથી. આ પેઢી ફેસબુક અને ટ્વીટર પર સમય બગાડે છે. મોબાઈલના ચેટીંગમાં પૈસા ઉડાડે છે. આ પેઢીને વડીલો માટે માન નથી, આ પેઢીને સમજ નથી. આ પેઢીમાં કોઈ સિરિયસનેસ નથી…. આવી અનેક ફરિયાદો આજના 14થી 20 વર્ષના યુવાનોનાં માતા-પિતાના મોઢે આપણને અવાર નવાર સાંભળવા મળે છે.


આ નવી પેઢી માતા-પિતા સાથે ફિલ્મ જોવા જવાનું કે રેસ્ટોરામાં જવાનું પણ ટાળે છે. એમને પોતાના ફ્રેન્ડ્સની કંપની વધારે ગમે છે. મેક્સિકન, ઈટાલિયન, કોન્ટિનેન્ટલ કે થાઈ ફૂડ ખાતા ગુજરાતીઓ હવે રવિવારની સાંજે ઘેર ખાવાનું ટાળે છે. ઘણાં ઘરોમાં પત્ની નોકરી કરતી થઈ છે. બે આવકો ઘરને સધ્ધર અને જીવનધોરણને અધ્ધર કરે છે. વોશીંગ મશીન, માઈક્રોવેવ વસાવવામાં આવે છે. પત્ની જિમમાં જાય અને પોતાનું ફિગર સાચવે એ પતિને ગમે છે. ક્યારેક ડ્રિન્ક લેતી પત્ની, અંગ્રેજી બોલતી પત્ની અને ‘ઈન્ડિપેન્ડન્ટ’ પત્ની ગુજરાતી પતિની ઝંખના છે ખરી, પરંતુ એ જ પત્ની બેસણામાં સાડી પહેરીને, માથે ઓઢીને બેસે એવી મોટેરાંઓની અપેક્ષા હોય છે. દીવાળીમાં ઘર તો ધોળાવું જ પડે. મઠિયા, ચોરાફળી અને નાસ્તા બનાવવા જ પડે. શનિવારે સાંજે પાર્ટી કરતા ગુજરાતીઓ માટે ગુજરાતની દારૂબંધી જાણે અસ્તિત્વ જ ન ધરાવતી હોય એમ એ લોકો જીવે છે. છતાં શ્રાધ્ધ, બારમું, તેરમું કે સગાઈ-લગ્નના પ્રસંગોએ એમનું ગુજરાતીપણું ભારોભાર છલકાય છે. કોણે કોને કેટલો વ્યવહાર કર્યો, કોણે પ્રસંગ કરવામાં કંજૂસી કરી અને કોને ઘરે પ્રસંગમાં ડિનર કેટલું ખરાબ હતું એની ચર્ચા જ આવી શનિવારની પાર્ટીઓમાં મુખ્ય એજન્ડા બની રહે છે.

સંતાનો નવી દુનિયામાં જન્મ્યાં છે. ગેઝેટ્સ એમને માટે ડાબા હાથનો ખેલ છે. ત્રણ વર્ષની બેબી આઈપેડ રમે છે અને પાંચ વર્ષનો બાબો એન્ડ્રોઈડનો ફોન કેવી રીતે વાપરવો એ દાદાજીને શીખવે છે. ‘આઈ ડોન્ટ લાઈક ઈટ’ કહીને ભાખરી-શાકના ટેબલ પરથી ઊભા થઈ જતા આ પેન્ટી દેખાય એવી રીતે પેન્ટ પહેરતા જુવાનિયાઓ ‘ના’ કહી દેતા સહેજેય અચકાતા નથી. એમને માટે પૈસાની કોઈ કિંમત નથી. લાગણીઓનું મૂલ્ય એ એમની રીતે, એમની વ્યાખ્યામાં કરે છે. ‘ડેટિંગ’ અને ‘કમિટમેન્ટ’ના અર્થો એમને માટે જુદા છે. નેવુંના દાયકાની આસપાસ અને પછી જન્મેલી આ આખીયે મિલેનિયમ પેઢી જિંદગીને સાવ જુદા આયામથી જુએ છે.

ચાળીસથી પચાસનાં થઈ રહેલાં એમનાં માતા-પિતા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જોવા પડોશીને ઘેર જતાં હતાં એ વાત એમને ભુલાતી નથી. બ્લુ સ્ક્રીન લગાડીને જોવાતા બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનની રવિવારની ફિલ્મોથી શરૂ કરીને મલ્ટિપ્લેક્સીસ અને ફૂલ એચડી, એલઈડી ટેલિવિઝન્સ સુધીનો પ્રવાસ એમણે એકશ્વાસે પૂરો કર્યો છે ! એમની પહેલાની પેઢીને ટેકનોલોજી સાથે ભાગ્યે જ નિસબત રહી. આજે સિત્તેરની આસપાસ પહોંચેલાં મા-બાપ સતત માને છે કે એમનાં સંતાનો જે જીવે છે તે ખોટું છે. જે રીતે પૈસા વાપરે છે એ બેફામ છે. જે ખાય છે, પીએ છે એ બધું જ નુકશાનકારક છે. એ જે રીતે એમનાં સંતાનોને ઉછેરે છે એ તદ્દન ખોટું છે. તો આવાં ચાળીસી વટાવી ચૂકેલા ‘અણસમજુ’ ગણાતા સંતાનોનાં સંતાન માને છે કે એમનાં મા-બાપને કાંઈ સમજ પડતી નથી. એ લોકો સતત અર્થહીન અને ઈમોશનલ વાતો કર્યા કરે છે. એ લોકો જે રીતે લાઈફનું પ્લાનિંગ કરે છે એ નકામું છે. એ લોકો જે રીતે પૈસા બચાવે છે એ બેવકૂફી છે.

વધતા જતા મેડિકલના ખર્ચા અને ‘ઓન્લી ફોર્ટીન થાઉઝન્ડ’ના ફોનની વચ્ચે એમના પોતાના માટે ભાગ્યે જ કશું બચે છે. જિમ અને બ્યુટી પાર્લરમાં રેગ્યુલર જઈને પોતાની જાતને સાચવતી, પ્રમાણમાં નાની દેખાતી મમ્મીને દીકરી કહે છે, ‘લુક યોર એજ મોમ !’ તો સાસુ એને સંભળાવે છે કે ‘જેટલું ધ્યાન બ્યુટી પાર્લરમાં રહે છે એટલું રસોડામાં રહે તો સારું.’ આ બંનેની વચ્ચે સવારે ચાર વાગ્યે પાર્ટી કે ગરબામાંથી પાછી ફરતી દીકરીની ચિંતામાં મમ્મી આખી રાત જાગે છે અને પપ્પા એને ધમકાવી નાખતા એને અચકાતા નથી. ‘હું તો કમાઉં કે પછી ઘરનું ધ્યાન રાખું ?’ એ પૂછે છે…. પત્ની પાસે આનો જવાબ નથી ! એક તરફથી વડીલો, મોટેરાઓ અને સીનિયર સિટીઝન્સની ટીમ છે, જે માને છે કે જે કંઈ જૂનું છે તે જ સાચું છે. પરંપરાઓ અને જૂની માન્યતાઓને વળગીને એ પોતાની જિંદગી જીવવા માગે છે. નાનકડી પણ ફેરબદલ એમને સ્વીકાર્ય નથી એવું એ દ્રઢપણે કહી શકે છે. બીજી તરફ હાઈટેક-વેલઈન્ફોર્મ્ડ, કલેરિટી ધરાવતી, લાગણી અને કારકિર્દીને બરાબર માપીને નિર્ણય લઈ શકતી નવી પેઢી છે. આ બંનેની વચ્ચે ફંગોળાતી એક એવી પેઢી છે, જેને માતા-પિતા વખાણતાં નથી અને સંતાનો સુધારવાનો આગ્રહ રાખે છે !

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટની જગ્યાએ ઘાસલેટના દીવા હતા અને મુંબઈમાં ટ્રામ હતી એ વાત જાણનારા અને જોનારા મા-બાપ હજી જીવે છે, તો મુંબઈમાં મેટ્રો થવાની છે એ વાતે ખભા ઉછાળીને પોતાનો આનંદ પ્રગટ કરતી નવી પેઢી છે. આવનારી પેઢી માટે મોહનદાસ કરમચંદ ગાંધી એક ‘ઈન્ટરેસ્ટિંગ પર્સનાલિટી’ છે, જ્યારે એના બા-દાદા માટે એ ‘મહાત્મા’ છે…. પિત્ઝા, પાસ્તા, ફ્રેન્કી એમના માટે ફેવરિટ ફૂડ છે તો બા-દાદા માટે મેંદાના ડૂચા…. એકને ટેલિવિઝન પર આસ્થા, સંસ્કાર અને મોરારિબાપુની કથા જોવી છે, તો બીજાને ઝૂમ, ટ્રાવેલ એન્ડ લીવિંગ, ફૂડ કે પછી ‘બિન્દાસ’ ચેનલ જોવી છે. આ બંનેની વચ્ચે કરગરીને રિમોટ માંગવો પડે એને બદલે ઓરડામાં ટીવી વસાવવાનું ચાળીસીએ પહોંચેલી પેઢીને સહેલું અને સસ્તું પડે છે. ટાર્ગેટ એચિવ કરવાના…. પ્રમોશન માટેની સ્ટ્રગલ, ધંધો મેળવવા માટે નાના-મોટા કરપ્શન કરતી આ પેઢી ભયાનક સ્ટ્રેસમાંથી પસાર થાય છે. આ પેઢીને હાર્ટઅટેક આવે છે પચાસથી પંચાવનની વચ્ચે. બી.પી, ડાયાબિટીસ, સાઈકોસોમેટિક બીમારીઓ એમને ઘેરી વળે છે. પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થાય છે. લગ્નેત્તર સંબંધો આ પેઢીની સ્ટ્રેસ ઘટાડવાના બદલે સ્ટ્રેસ વધારે છે. સ્વાતંત્ર્યતા લાવનાર પેઢી…. અને સ્વાતંત્રતા ભોગવનાર પેઢીની વચ્ચે જીવતી આ ‘વિવિધ ભારતી-દૂરદર્શન’ની પેઢી પોતાની સ્વતંત્રતા માટે ક્યારેક બે-ચાર દિવસ ‘બ્રેક’ લે છે ! પાછા ત્યાં જ ફરવાનું છે એની એમને ખબર છે. એમને બંને પેઢી માટે અનહદ લાગણી છે. એ બંને પેઢીને સુખી જોવા માગે છે, પરંતુ આ બે પેઢીઓ કદાચ એકબીજાના સાથે સુખી થઈ શકે એમ નથી એવું સત્ય સ્વીકારવાનો સમય કદાચ આવી ગયો લાગે છે.

રજનીશે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું છે કે, ‘મેં આખી જિંદગી મારા પિતાને ખોટા ઠેરવવાનો પ્રયાસ કર્યો. મને જ્યારે સમજાયું કે એ સાચા હતા ત્યારે મારો દીકરો મને ખોટો ઠેરવવા તૈયાર થઈ ગયો હતો.’

0

#4 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 28 December 2010 - 10:00 PM

ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો......


એક વખત હું ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.
ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’

હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’

ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’

હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’

ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’

હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’

હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે.’

હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’

ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’

હું : ‘તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’

ઈશ્વર : ‘હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું… એ જ તો તકલીફ છે ને !’
હું : ‘તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.’
ઈશ્વર : ‘મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !’

હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’

ઈશ્વર : ‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં મૂકી દીધી છે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’

હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’

ઈશ્વર : ‘એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.’

હું : ‘પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે, એનું શું ?’
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’

હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’

ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.’

હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’

હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’

હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’

ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.
હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’

ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’

હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’

ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે .

0

#5 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 02 January 2011 - 11:35 PM

Interview of Ramesh Mehta- 1


0

#6 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 02 January 2011 - 11:36 PM

Ramesh mehta-20

#7 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 02 January 2011 - 11:38 PM

Ramesh Mehta-3
0

#8 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 17 May 2011 - 06:10 PM

સાચી નિવૃત્તિ કોને કહેવાય ?

[‘મુક્તિનું રહસ્ય’ પુસ્તકમાંથી સાભાર.]


ત્રણેક વર્ષ પહેલાં એક મહાત્માને મળવાનો પ્રસંગ બનેલો. નોકરીમાંથી નિવૃત્ત થયાને મહિનો પણ થયો નહોતો એટલે સ્વાભાવિક રીતે જ નિવૃત્તિ વિશે વાત નીકળી. સામાન્ય માન્યતા એવી છે કે કામધંધામાંથી અથવા નોકરીમાંથી મુક્ત થવું એટલે નિવૃત્ત થવું. નિવૃત્તિ એટલે ફુરસદ, સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો, કામ ન કરવું, એવો અર્થ ઘટાવાય છે. પણ કામ-ધંધો કે નોકરીમાંથી નિવૃત્ત થનાર મનુષ્ય વ્યવહારથી મુક્ત થઈ શકતો નથી, કારણ કે તેનામાં જે સમજ અથવા આવડત છે તેનો ઉપયોગ કરવાની વૃત્તિ તે ટાળી શકતો નથી. જોકે કેટલાક લોકોને વ્યવહારની પંચાત ગમતી નથી. આવા મનુષ્યો લોકકલ્યાણના ભાવથી કોઈ સંસ્થાઓમાં સક્રિય રસ લેવા માંડે છે, પ્રવચનો સાંભળવા જાય છે, વાચન-લેખન કરે છે અથવા પોતાને ગમતી અને સમયના બંધન વિનાની એવી પ્રવૃત્તિ કરે છે અને તેને તે નિવૃત્તિના ભાગરૂપ ગણે છે. જ્ઞાનીજનો અને સંતો આવી નિવૃત્તિને નિવૃત્તિ ગણતા નથી. તેઓ એમ કહે છે કે આપણે જે નામરૂપ ધારણ કર્યાં છે તેનાથી સમજણપૂર્વક છૂટા પડવું એ જ સાચી નિવૃત્તિ છે.
પ્રાચીન કાળથી વર્તમાનકાળ સુધી દષ્ટિપાત કરીશું તો નામરૂપમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો હોય એવી વ્યક્તિઓ કેટલી મળવાની ? ત્યાગીઓ, સાધુ-બાવા-સંન્યાસીઓ પોતાની જાતને નિવૃત્ત માનતા હોય છે. પણ મઠો, મંદિરો અગર કોઈ પણ પ્રકારની સંસ્થાઓ ઊભી કરી તેઓ લોકકલ્યાણની પ્રવૃત્તિઓ તો કરતા જ હોય છે. તેઓ તેમનાં નામ આગળ સંત, મહંત, મંડલેશ્વર, મહાત્મા જેવી પદવીઓ લગાડી નામને સન્માનનીય બનાવે છે. આચાર્ય, મુનિવર્ય, સદગુરુ, શ્રીમદ, 108 કે 1008 જેવાં સંબોધનો નામરૂપની પ્રતિષ્ઠામાં વધારો કરતાં હોય ત્યારે તેમનાથી નામરૂપનો મોહ દઢ થાય કે નામરૂપમાંથી નિવૃત્તિ મળે તે વિચારવું જોઈએ.

મનુષ્યને જે નામ અને શરીર મળ્યાં છે તેને તેણે સાધનરૂપ ગણી ભગવાનને અર્થે તે બન્નેનો ઉપયોગ કરવો જોઈએ. પણ તેમાં હુંપણાનો અને મારાપણાનો ભાવ ન લાવવો જોઈએ. મનુષ્ય જન્મ્યો ત્યારે અનામી હતો. નામ વગર તેનો જીવનવ્યવહાર ચાલે નહિ એ વાસ્તવિકતા હોવાથી બાળકનું નામ પાડવામાં આવે છે. શરીરની ઓળખાણ માટે એ સરળ અને હાથવગું સાધન છે. નામને કારણે જીવનવ્યવહારમાં પારાવાર અનુકૂળતા રહે છે એનો સૌને અનુભવ છે. એટલે નામ વગરનો માણસ ક્યાંય નહિ મળે.
પ્રાચીન કાળમાં મનુષ્યોને પોતાનાં નામનો મહિમા નહોતો. ભારતમાં ઋગવેદકાળમાં, ઉપનિષદકાળમાં કે પુરાણકાળમાં વ્યક્તિગત નામનું મહત્વ નહોતું. તેને કારણે તો પ્રાચીન કાળમાં જે કૃતિઓની રચનાઓ થઈ તેમના કર્તાઓનાં નામ ભાગ્યે જ મળે છે. એટલે હજારો વર્ષો સુધી મનુષ્યોએ પોતાનું નામ સ્થાપિત કરવાનો કે પોતાના નામનો મહિમા વધારવાનો પ્રયત્ન કર્યો નહોતો. પ્રચારનાં સાધનો વધતાં ગયાં અને અન્ય સુવિધાઓ ઉત્પન્ન થવા માંડી તેમ માણસને પોતાના નામની પ્રતિષ્ઠા વધે અને ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થાય એવી અભિલાષાઓ જન્મવા માંડી. મનુષ્યનો દેહ પ્રત્યેનો મોહ તો હતો જ. એમાં નામ પ્રત્યેનો મોહ દઢ થવા લાગ્યો. કાળક્રમે મનુષ્યના જીવનમાં નામ અને રૂપ (દેહ અને શરીર) કેન્દ્રમાં આવી ગયાં. પછી નિવૃત્તિ ક્યાંથી ફાવે ? અત્યારે સંપત્તિને ખૂબ પ્રતિષ્ઠા મળી ગઈ છે. ‘નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ’ એ હકીકત બની ગઈ છે. સર્વ ગુણો સુવર્ણનો આશ્રય લે છે અને ‘લક્ષ્મી દેખી મુનિવર ચળે’ એવું લોકો કહે છે, તેમાં સચ્ચાઈ છે. એટલે મોટા ભાગના લોકોને તાત્કાલિક ધનવાન થઈ જવું છે. એમ ને એમ તો ધનવાન થવાય નહીં, એ સૌ જાણતા હોવાથી, એવી યુક્તિ-પ્રયુક્તિઓ શોધી કાઢે છે કે રૂપિયાનો ઢગલો થઈ જાય. રૂપિયા આવે એટલે સાધનો અને સગવડો વધારવાની અને પોતાની કીર્તિ ફેલાવવાની સુવિધા રહે છે; એટલે કોઈને નિવૃત્ત થવું ગમતું નથી. છતાં નોકરી કરનારને અઠ્ઠાવન કે સાઠ વર્ષે નિવૃત્ત થવું જ પડે એવા નિયમો છે. એટલે તેની પાસે બીજો કોઈ ઈલાજ નથી, નહિતર તો એ શરીર ચાલે ત્યાં સુધી કાર્ય કર્યા જ કરે.
મનુષ્યને કાર્યમાંથી ક્યારેક ને ક્યારેક નિવૃત્તિ લેવી જ પડે છે, છતાં એ નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનો ગંભીરતાપૂર્વક ભાગ્યે જ વિચાર કરે છે. કેટલાક લોકો પાસે એવું કૌશલ કે આવડત હોય છે કે નિવૃત્તિ પછી પણ તેમને કામ મળી રહે છે, જ્યારે અન્ય માણસોને કામ મેળવવા કે સમય પસાર કરવા ફાંફાં મારવા પડે છે. કેટલાકને નિવૃત્તિ પચતી નથી. નિવૃત્તિ આવતાં તેઓ ખાલીપણું અનુભવે છે અને તેમની તબિયત પર અસર થવા માંડે છે. દિનપ્રતિદિન મોંઘવારી એટલી વધતી જાય છે કે માણસે ગમે તેટલી ગણતરીઓ કરી હોય તોપણ ઊંધી પડી જાય છે. રૂપિયો સતત ઘસાતો જ રહ્યો છે. તેની ખરીદશક્તિ પાંચમા ભાગ જેટલી પણ નથી રહી એટલે મર્યાદિત આવકવાળા માણસો બે છેડા મેળવી શકે નહિ, પછી તેમને નિવૃત્તિ કેમ અનુકૂળ આવે ? વળી નવરા બેસવાનું માણસને લાંબો સમય ન ગમે અને સમય પસાર કરવા માટે રૂપિયા ખર્ચવા પડતા હોય તો એ પોસાય નહીં. ઉંમર મોટી થઈ ગઈ હોય એટલે શરીર પણ પૂરો સાથ ન આપતું હોય એટલે વધુ પડતો શ્રમ કે તકલીફ પડે એવું કાર્ય હાથ ધરી શકાય નહિ અને જે કાર્ય ગમતું હોય તેમાં રળતર ન થતું હોય તો કરવું પોસાય નહીં. આમ, લગભગ બધા માણસોને નિવૃત્તિમાં સરખી ગોઠવણ ન થાય તો સમય કેમ વિતાવવો એ ચિંતાનો વિષય બની રહે છે.
જે મનુષ્યે નોકરી કે ધંધો અથવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતી વેળા જીવન શા માટે મળ્યું છે, પોતે કોણ છે, જીવનમાં શું સાર્થક કરી લેવા જેવું છે તે બાબતની જાગૃતિ રાખે, સમજણપૂર્વકનું જીવન જીવે, પોતાને કર્તા માનવાને બદલે નિમિત્તરૂપ માને, હુંપણાના અને મારાપણાના ભાવ ન લાવે, દરેક કાર્યમાં ભગવાનને આગળ રાખે; શાંતિ, આનંદ, સંતોષ અને સ્થિરતાને વિક્ષેપ ન પહોંચે તેની કાળજી રાખે; આળસ-પ્રમાદને કદી વશ ન થાય, નિત્ય અને નિયમિત અધ્યાત્મમાર્ગના અનુભવી સાથે સત્સંગ કરે તેમજ કુસંગ ન કરે તો નિવૃત્તિનો સમય તેને બાધારૂપ બને નહીં અને જીવન સરસ રીતે પસાર થઈ જાય. આવી કક્ષાએ પહોંચેલા મનુષ્યોએ સ્થૂળ દેહનો અને નામનો સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ, પણ નામને અને દેહને ચોંટવું ન જોઈએ અથવા તેમના પ્રત્યે આસક્તિ ન રાખવી જોઈએ. નામ અને દેહ મર્યાદિત આયુષ્ય લઈને આવ્યાં છે. આયુષ્ય પૂરું થતાં નામ અને દેહ બન્ને છૂટી જાય છે. તો જીવન દરમિયાન જ તે બન્નેથી મુક્તપણું અનુભવાય તો મૃત્યુનો ભય ટળી જાય; વ્યવહાર એકદમ ઓછો થઈ જાય, હુંપણું અને મારાપણું ઓગળી જાય તેમજ જીવન હળવુંફૂલ બની જાય. પછી કોઈ એને નિવૃત્તિનું નામ આપે કે ન આપે તેનું મહત્વ રહેતું નથી.
સ્થૂળ શરીરને તો ક્યારેક ને ક્યારેક ફુરસદ મળી જાય છે, પણ સૂક્ષ્મ શરીરને નિવૃત્ત કરવું મુશ્કેલ છે. મનુષ્ય સુખદુઃખના ભાવ અનુભવે છે તે સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલા છે. મનુષ્યને સુખ ગમે છે; દુઃખ ગમતું નથી. એટલે તે સુખને પ્રાપ્ત કરવાનો અને દુઃખને ટાળવાનો પ્રયત્ન કરે છે. સુખ અને દુઃખની વિવિધ વ્યાખ્યાઓ અપાઈ છે. લોકદષ્ટિએ સુખ કોને કહેવાય ? જેની પાસે વધારે સાધનસંપત્તિ અને સમૃદ્ધિ હોય એ સુખી ગણાય છે. એટલે તો મોટા ભાગના લોકો સમય અને શક્તિનો ઉપયોગ સાધનો અને સંપત્તિ એકત્રિત કરવામાં કરે છે. જેમની પાસે સાધનો, સગવડો અને સંપત્તિ નથી તેઓ પોતાને દુઃખી માને છે. પણ લોકોની આ માન્યતા બરાબર નથી. માની લઈએ કે સાધનસંપત્તિ અને ધન પુષ્કળ હોય અને શરીર તંદુરસ્ત ન હોય તો સાધનો અને ધન બોજારૂપ બની જાય છે. વળી જેમની પાસે વધુ પડતાં સાધનો અને પુષ્કળ ધન છે તેમના જીવનમાં શાંતિ, આનંદ, સંતોષ અને સ્થિરતા ભાગ્યે જ જોવા મળે છે. સૌ કોઈ જાણે છે કે સાધનસંપન્ન માણસો ત્યાગીઓ, સાધુ-સંતો અને ભક્તોના આશીર્વાદ લેવા દોડધામ કરતા હોય છે. ખરેખર તો સુખ અને દુઃખ કર્મની સાથે સંકળાયેલાં છે. નબળાં કર્મ કરનારને નબળું ફળ મળે છે એટલે તે દુઃખી થાય છે અને સત્કર્મો કરનારને સુફળ મળે છે એટલે તે સુખનો ભાવ અનુભવે છે. આ સુખ અને દુઃખના ભાવમાંથી નિવૃત્ત થવું સહેલું નથી. જે લોકો સ્થૂળ દેહની નિવૃત્તિ પચાવી શકતા નથી તેઓ સૂક્ષ્મ શરીરની નિવૃત્તિ કેવી રીતે પચાવી શકે ? રાજા હોય કે રંક, ત્યાગી હોય કે ગૃહસ્થ, શેઠ હોય કે નોકર, સૌ કોઈ સુખ અને દુઃખ વિશેની તેમની માન્યતામાંથી છૂટા પડી શકતા નથી.
મનુષ્યમાં સાચી સમજણ આવે તો જ તે સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલાં સુખ ને દુઃખથી છૂટો પડી શકે છે. સાચી સમજણ પ્રાપ્ત કરવા અધ્યાત્મમાર્ગના અનુભવીનો સંગ અને સત્સંગ કરવો પડે છે. જ્ઞાની મનુષ્ય સમજે છે કે સુખ અને દુઃખ એ મનની માન્યતા જ છે. મનુષ્ય જેને દુઃખરૂપ માને તે તેને માટે દુઃખ છે અને સુખરૂપ માને તે સુખ છે. એટલે એક માણસને જે સુખરૂપ લાગતું હોય તે બીજાને દુઃખરૂપ લાગે. આપણને ઉકરડો ગંદકીનો ઢગલો લાગે તો ભૂંડને એ સ્વર્ગનો ટુકડો લાગે. એટલે સુખ અને દુઃખના વિભાગો ઊભા ન કરવા; જે સંયોગો છે તેનો સ્વીકાર કરી લેવો અને શાંત ચિત્તે તેમાંથી રસ્તો કાઢવો, એનું નામ સમજણ.
સૂક્ષ્મ શરીરથી છૂટા પડવું હોય તો વ્યાપકતા અને નિર્મળતા સિદ્ધ કરવી પડે. વ્યાપકતા કેળવ્યા વિના નામરૂપમાંથી કે દેહભાવમાંથી છૂટા પડી શકાતું નથી. અહીં બધું પરમાત્માનું છે અને પરમાત્માની ઈચ્છાનુસાર ચાલ્યા કરે છે, એવો નિશ્ચય થાય તો હુંપણાનો અને મારાપણાનો ભાવ ન રહે. વળી તેનાં વિચાર, વાણી અને વર્તનમાં સંકોચનું દર્શન ન થાય. વ્યાપકતા માટે આટલું તો હોવું જ જોઈએ. નિર્મળતા માટે દશ્યજગતને આપણી અંદર દાખલ થવા ન દેવું જોઈએ. આ જગત ઉપયોગ માટે છે એટલે જેટલી જરૂરિયાત હોય તેટલું જ જગતમાંથી લેવું જોઈએ. જગત પ્રત્યે મોહ કે મમતા ન કેળવવાં જોઈએ અને મારાપણાનો અને માલિકીપણાનો ભાવ સ્થાપિત ન કરવો જોઈએ. મારાપણાના ભાવમાંથી જ આસક્તિ અને પક્ષપાત સર્જાય છે અને નિર્મળતા નષ્ટ થઈ જાય છે. નિર્મળ રહેવું હોય તો અનાસક્તિ કે અલિપ્તતા કેળવવી પડે. અસંગી બનવું પડે, રુચિ-અરુચિ, શુભ-અશુભ, માન-અપમાન, સારું-નરસું જેવાં અનેક દ્વન્દ્વોથી અળગા રહેવું પડે. તે ઉપરાંત મન, બુદ્ધિ, ચિત્ત, અહં અને ઈન્દ્રિયોનો ભગવદર્થે ઉપયોગ કરવો પડે અને પોતે દેહ નથી પણ દેહ ધારણ કર્યો છે તેવી જાગૃતિ રાખવી પડે.
મનુષ્ય નામરૂપથી અને સુખદુઃખના ભાવોથી સત્સંગ દ્વારા અને અનુભવીના સંગ દ્વારા કદાચ છૂટો પડી શકે પણ શુભ-અશુભ ઈચ્છાઓ અને રાગ-દ્વેષથી મુક્ત રહેવું અતિ અઘરું છે. સત્વગુણના અધિષ્ઠાતા વિષ્ણુએ દેવોને સહાય કરી છે અને અસુરોનો સંહાર કરી શુભનો પક્ષપાત કર્યો છે ! વિષ્ણુના અવતાર કાર્યમાં દેવો પ્રત્યેનો રાગ અને અસુરો પ્રત્યેનો દ્વેષ જોવા મળે છે. વસિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચેના પ્રસંગોમાં પણ રાગદ્વેષનું દર્શન થાય છે. કશાયથી પણ છૂટા પડવું હોય તો તેને સાધન તરીકે ગણીએ તો જ છૂટા પડાય. સાધનાથી ક્યારેય પરાધીન ન થઈ જવાય અને સાધન પ્રત્યે મોહ ન થાય તેની વિશેષ જાગૃતિ રાખવી પડે, તો જ મુક્ત થવાય. નિવૃત્તિ માટે અજ્ઞાનનો ઉપયોગ થઈ શકે. સમજણપૂર્વક અજ્ઞાનનો ઉપયોગ કરતાં આવડે તો સાચી નિવૃત્તિનો અનુભવ થાય. વ્યક્તિ જાણતી હોય છતાં કોઈની સાથે વાદવિવાદ કરે નહિ એ અજ્ઞાનનો ઉપયોગ ગણાય. સમજીને ધારણ કરેલું અજ્ઞાન વ્યક્તિમાં અપૂર્ણતાનો ભાવ લાવશે નહિ. દા..ત, અંધકારનો આરામ માટે ઉપયોગ છે, તેમ સમુદાયમાંથી છૂટા રહેવા અજ્ઞાનનો ઉપયોગ છે. એ રીતે અજ્ઞાન મનની નિવૃત્તિ માટે આશીર્વાદરૂપ બની શકે.
આ રીતે નિવૃત્તિને સ્થૂળ અર્થમાં ન લેતાં વ્યાપક અર્થમાં લેવી જોઈએ. અને મનુષ્યે નામરૂપ, સુખ-દુઃખ જેવાં અસંખ્ય દ્વન્દ્વો અને શુભ-અશુભ અને રાગદ્વેષ જેવા ભાવોમાંથી કેમ નિવૃત્ત થવું તે અનુભવી પાસેથી શીખી લેવું જોઈએ. પછી જ સાચી નિવૃત્તિનો અથવા જીવનમુક્ત

0

#9 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 03 October 2011 - 02:44 PM

મકરંદ દવે : એક મુલાકાત/સુરેશ દલાલ/ઇમેજ/પાનું19
સુ.દ.: સ્વામી આનંદના પરિચયના પ્રસંગ કહો.

મ.દ.: સ્વામી દાદાએ પોતાના જીવનનો એક અવિસ્મરણિય પ્રસંગ કહ્યો હતો તે કહું.સ્વામી દાદાનાં માતા અને પિતા વચ્ચે સંઘર્ષ થયેલો. પતિને છોડીને મા એકલાં શિયાણી ગામે આવતાં રહ્યાં હતાં. સ્વામી દાદા તો નાની ઉંમરે ઘરબાર છોડી જતા રહેલા.સ્વામી આનંદ બન્યા પછી તે મોટી ઉંમરે ભાવનગર આવેલા. દુર્લભજી પરીખનાં પત્ની વિજ્યાબહેને દાદાને પૂછ્યું કે આટલે આવ્યા છો તો શિયાણી નથી જવું? દાદાએ કહ્યું કે શિયાણીનો મારગ પણ ભૂલી ગયો છું. વિજયાબહેને સાથે માણસ મોકલ્યો. સ્વામી દાદાએ શિયાણી આવી ડેલીમાં પગ મૂક્યો ત્યાં મા બોલી ઊઠ્યાં:”આવ્યો, બચુ?” ( આ ટાઇપ કરતી વખતે મારી આંખો ભીની છે.)મા અત્યંત વૃદ્ધ થઇ ગયેલાં. ખાટસ્લી પર શણિયું પાથરી સૂતાં હતાં. શરીર કોચલું વળી ગયેલું. આંખો ગઇ હતી. પણ દાદાએ ડેલીમાં પગ મૂક્યોકે નાનપણના હુલામણા નામે બોલી ઊઠ્યાં. દાદાએ પૂછ્યું:”બા, મને કેવી રીતે ઓળખ્યો?” મા કહે, “તારાં પગલાં ઉપરથી. રોજ તારી વાટ જોતી હતી. મેં સાંભળેલુંકે બચુ મોટો મહાત્મા બની ગયો છે પણ મારી આગળ એક દિવસ આવશે ખરો. હું તો તારું તીરથ ખરીને?”

માના આ શબ્દો સાંભળી દાદાએ કહ્યું:” બા, તું તો ઇસુ ખ્રિસ્ત જેવી વાત કરે છે. તેણે પણ કહેલું કે ‘તારું સ્વર્ગ તારી માતાના ચરણોમાં છે.’ “આ સાંભળી માએ કહ્યું:”એમાં ઇસુનવું શું કહેતો હતો? સાચ તો સૌને સરખું જ સૂઝેને !”

આ વાત કહેતાં સ્વામી દાદાની આંખોમાંથી આંસુ ઊમટી પદતાં.એ કહેતા, એ ક્ષણે મારે ત્યાં જ માની પાસે જ રોકાઇ રહેવું જોઇતું હતું. પણ ત્યારે દેશ્સ્સેવાનું ભૂત માથા પર સવાર થયું હતું ! હું માને મૂકીને ચાલી નીકળ્યો. વૃદ્ધ, અપંગ, અંધ માના ચરણો છોડીને ચાલ્યા જવાનો વસવસો સ્વામી દાદાના ચહેરા પર કોતરાઇ જતો. મને કહેતા: “તમે આવી ભૂલ ન કરશો.” સંતોની વાણી દ્વારા પછી અમે વધારે પરિચયમાં આવ્યા. એ પોતે પણ મનેર જોવા માટે વિવિધ ભજન મોકલતા.મારાં મા સાથે વાતો કરે. મારાં મા બોલતાં,’હે મહારાજ, તમને ગમતું થાજો.’ સ્વામી દાદાને એ બહુ ગમતું.

0

#10 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 18 December 2011 - 08:50 PM

KHUDA HAFIZ

ખુદા હાફિજ !

ટૂંકી વાર્તા

‘આ ભવઠાણ ક્યાં આવ્યું, ભાઇજાન ?’

‘બહુ દૂર…. અહીંથી બહુ દૂર…. જ્યાં તો તું કદી આવી શકીશ કે ન હું ફરી અહીં પાછો આવી શકીશ.’

‘યા અલ્લાહ ! આટલું બધું દૂર ?’

‘હા, બહુ દૂર. ઠીક , તો આવજે !……નમસ્તે !’

‘ખુદા હાફિજ !’

બાવીસ વરસ થઇ ગયાં આ વાતને, છતાં આજેય આ શબ્દોનો ધ્વનિ મારા કાનમાં ગૂંજ્યા કરે છે. બાવીસ વરસ પહેલાં હું તાજો ડૉક્ટર થઇને આર્મી મેડિકલ કોરમાં ભરતી થયેલો. સીધું યુદ્ધ-મોરચે જવું પડ્યું. જો કે યુદ્ધ થંભ્યું હતું. અમારી જાટ બટેલિયન કહેવાતા આઝાદ કાશ્મિરના એક પહાડી ગામ પાસે પડાવ નાખીને પડી હતી. વચ્ચે એક નદી વહેતી હતી. તેના પરનો પુલ બેઉ બાજુને જોડતો હતો.

યુદ્ધ શરૂ થતાં જ સ્ત્રી—પુરુષ, બાળ-બચ્ચાં, ઢોર બધાં જ કોણ જાણે ક્યાં ભાગી ગયાં હતાં ! પરંતુ યુદ્ધબંધી થતાં જ ધીરે ધીરે બધાં પાછા આવવા લાગ્યાં. ઝૂંપડીઓનાં છાપરાંમાંથી ફરી ધુમાડો નીકળવા લગ્યો. મકાઇના ડૂંડા ફરી ખેતરોમાં ડોલવા લાગ્યાં.

ગામલોકો ધીરે ધીરે અમારા દોસ્ત બની ગયા. આ વિસ્તારમાં હું એક માત્ર ડૉકટર હતો. હજારેક સૈનિકો માટે તો હું દુનિયાનો બેલી હતોજ. ધીરે ધીરે ગ્રામજનો માટે પણ એવો જ બની ગયો.

‘દાક્તરસાહેબ ! બે દિવસથી અંગેઅંગ તૂટે છે.’

‘બેગમની તબિયત કાંઇક નરમ છે.’

‘અલ્તાફ મિયાંને તાવ ધગધગી રહ્યો છે.’

પાકિસ્તાન બાજુના દરદી મારી પાસે આવતા. દવા લઇ જતા અને દુઆ દઇ જતા. શેખ દાઉદ મારો સારો દોસ્ત બની ગયેલો. એક દિવસ આવીને મારા હાથમાં નાની પોટલી મૂકીને ઊભો.

‘આ વળી શું લાવ્યા, શેખ સાહેબ ?’

‘મકાઇની બે રોટલા અને સરગવાનું થોડું શાક. બેગમે મોકલાવ્યું છે. ખાઇ લો, પછી વાત કરું.’

દશ મિનિટમાં તો બધું સફાચટ કરી ગયો. કોઇક ગૃહિણીના હાથના ભોજનની ખરી મજા ત્યારે જ જણાય જ્યારે તમે તમારા ઘરથી દૂર વેરાનમાં પડ્યા હો.

પછી શેખે પોતાની મૂંઝવણકહી :’ મારા એકના એક દીકરા જાવેદની બેગમ પરવીન. એની પહેલી સુવાવડ છે. બેગમને ચિંતા છે કે વહુનું પેટ મોટું દેખાય છે. કદાચ જોડિયાં બાળક હોય. ગામની દાયણ પહોંચી ન વળે, તો તમે આવશો ને?’

‘જરૂર આવીશ. અડધી રાતે ઉઠાડી જજો ને !’

અને ખરેખર અડધે રાતે જ મને ઉઠાડવો પડ્યો. મહિનામાસ પછી રાતે બે વાગે દાઉદ દોડતો હાંફળો—ફાંફળો આવ્યો. એની સાથે પહોંચ્યો તો દાયણ એકદમ ગભરાયેલી હતી. પહેલી છોકરી તો બહાર આવી ગઇ, પણ બીજું બાળક આડું પડી ગયેલું. એની પ્રસૂતિ થતી નહોતી.

તે દિવસે મેં મારી બધી આવડત કામે લગાડી. પૂરા કલાકની મથામણ બાદ છેવટે ગર્ભાશયમાં હાથ નાખીને મેં બાળકને બહાર ખેંચી લીધું. ત્યારે મારા મનમાં સતત નામસ્મરણ ચાલતું હતું. મને પૂરો વિશ્વાસ છે કે તે દિવસે શેખ દાઉદની ઝૂંપડીમાં મારા રામ અને બેગમ પરવીનના અલ્લાહ મિયાં બંને અવશ્ય હાજર હતા.

દિવસો વીતતા ગયા. પરવીનના બાળકો બે –અઢી માસના થયા હશે, તેવામાં મને મારી ભવઠાણ લશ્કરી હોસ્પિટલમાં બદલી થયાનો હુકમ મળ્યો. મારે તુરંત જ ત્યાં પહોંચવાનું હતું. એટલે બીજે દિવસે જીપમાં સામાન ભરીને નીકળ્યો. જવાનોની વિદાય લીધી. જીપ પુલ નજીક પહોંચી ત્યારે મને થયું, કોઇ બૂમ પાડે છે.

જીપ થોભાવી જોયું તો પુલ પરથી જાણે આખું ગામ દોડતું આવતું હતું. સૌથી આગળ પરવીન અને જાવેદ હતાં. બંનેના હાથમાં એક એક પોટલી હતી. પાસે આવી જાવેદ બોલ્યો.’અમારાથી નારાજ છો? અમારી કાંઇ ભૂલચૂક?’

પરવીન એકીશ્વાસે બોલી ગઇ:’તમે શું કામ જાઓ છો?ક્યાં જાઓ છો?’

પરવીને પોતાના હાથમાંની પોટલી મારા પગમાં મૂકી દીધી. મેં ઊંચકીને જોયું તો અંદર અસલમમિયાં મોંમાં અંગૂઠો ચૂસતા આરામથી પોઢ્યા હતા.

‘ભાઇજાન ! તે દિવસે તમે ન હોત તો હું ને અસલમ અલ્લાહને પ્યારાં થઇ ગયાં હોત…. હું ગરીબ તમારું ઋણ શી રીતે ચૂકવું ?….. હા, એક વચન આપું છું. મારા અસલમને હું ક્યારેય ફોજમાં નહીં જવા દઉં. અલ્લાહના કસમ, ભૈયા ! મજહબ કે બે ગુંઠા જમીન માટે એ કોઇની પીઠમાં ખંજર નહીં ભોંકે.’

મારી આંખો ઊભરાઇ આવી. બોલવા મારી પાસે કોઇ શબ્દ નહોતા. એક અભણ ગામડિયણે મને નિ:શબ્દ બનાવી દીધો. શેખની બેગમે મારા હાથમાં રોટલા ને શાકની પોટલી પકડાવી દીધી. પરવીન ફરી ફરી પૂછી રહી હતી,’ભાઇજાન ! આ ભવઠાણ ક્યાં આવ્યું?’

(વિનય વાઇકરની સત્ય ઘટના આધારિત કથાને આધારે)
0

#11 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 28 February 2012 - 10:34 AM

વિવેકાનંદ ની કવિતાઆપણે બધાં બીજી બધીયે
ભાંગી નાખીએ મૂર્તિ
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.
આપણું શરીર એ એનું શરીર
આપણા પગ તે એના પગ
આપણી અંદર-બહાર વસે એ :
ચારે બાજુ એનું જગ
તમરાં, ભમરા, પતંગિયાં ને
એ જ આપણો પરમેશ્વર છે
નજીક જુઓ કે દૂરથી
મારો ભગવાન એવો છે
કે એના હાથમાં સ્ફૂર્તિ.

એ આપણો છે :આપણે એના:
બંને વચ્ચે ભેદ નથી
એ આપણો ભગવાન ભલો છે :
મંદિરમાં એ કેદ નથી
એને ભજવા માટે આપણી
ભક્તિ સદાયે ઝૂરતી
મારો ભગવાન એવો છે
કે એના હાથમાં સ્ફૂર્તિ.
જીવતો ભગવાન માણસ જેવો
પથ્થરને નહીં પૂજવાના
પડછાયાની સાથે આપણે
કહો, કેટલું ઝૂઝવાના?
આંખ સામે ભગવાન જોઇને
મને કવિતા સ્ફુરતી
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.

બહુ ઓછા લોકોને ખબર હશે કે સ્વામી વિવેકાનંદે પણ કવિતા લખી છે. તેમના કાવ્યસંગ્રહનું નામ’ઇશ્વરની તલાશમાં’- ઇન સર્ચ ઓફ ગોડ.એમણે કેટલાંક કાવ્યો બંગાળીમાં તેમ કેટલાંક સંસ્કૃતમાં લખ્યાં છે. આપણે તો મોટે ભાગે એમની વાત અંગ્રેજીને આધારે કરી શકીએ.
વિવેકાનંદનું મૂળ નામ નરેંદ્ર. શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય. અમેરિકામાં વિશ્વધર્મ પરિષદમાં એમના પ્રવચનની વાહવાહ થઇ. પશ્ચિમના લોકો એમના પ્રવચનના પ્રારંભથી જ મુગ્ધ થઇ ગયા, એમણે ચીલાચાલુ –Ladies and Gentleman—સન્નારી અને સજ્જનો એવું સંબોધન ન કર્યું. પણ Brothers and Sisters –કહીને સંબોધ્યાં. અમેરિકન પ્રજાને એમના સંબોધનમાં અનોખી આત્મીયતા વરતાઇ. રામકૃષ્ણ પરમહંસ શાંતિકારક, વિવેકાનંદ ક્રાંતિકારક.પ્રારંભમાં વિવેકાનંદ પશ્ચિમનાતત્ત્વજ્ઞાનના રંગે રંગાયેલા. પરમહંસના પરિચયમાં આવીને આત્માભિમુખ અને આધ્યાત્મિક થયા.

ઇશ્વર જો સર્વવ્યાપક હોય તો અમુક જ સ્થળમાં કઇ રીતે કાયમ વસી શકે? એ તો સર્વત્ર છે પ્રત્યેક સ્થળમાં છે. જડમાં છે અને ચેતનમાં છે. એ સ્થિર છે અને ગતિશીલ છે. મંદિરના કેદખાનામાં જે પુરાઇને રહ્યો છે એ ઇશ્વર નહીં પણ પથ્થર. ઇશ્વરની મૂર્તિ એ ઇશ્વરનો પડછાયો પણ નથી. ઇશ્વરની મૂર્તિ એ સમજણ વિના થયેલો તરજુમો છે.
વિવેકાનંદ માટે ઇશ્વર એ પલાંઠી વાળીને બેઠેલો જમીનદાર કે જાગીરદાર નથી. એ આપણી અંદર વસે છે અને આપણી બહાર પણ હોય છે. આપણા હાથ પાછળ એનો જ હાથ છે. આપણે હાથે જે કામ કરીએ છીએ એ કર્મમાં આપણો ઇશ્વર વસે છે અને શ્વસે છે. આપણે કહીએ છીએ કે આપણા પગે આપણે ચાલીએ છીએ, પણ આપણા પગ અને એના પગ જુદા નથી. ઇશ્વર વૃક્ષની જેમ સ્થિર છે અને પવન અને સુગંધની જેમ ગતિશીલ છે. આપણું શરીર અને એનું જુદું નથી.ખુદ અને ખુદા જુદા નથી. ક્રાંતિકારી વિવેકાનંદ તો એમ કહે છે બધી મૂર્તિઓને ભાંગી નાખો. શિયાળાની ઠંડી રાતે બુધ્ધના એક શિષ્યે બુધ્ધની લાકડાની મૂર્તિ બાળી નાખી હતી, જેથી એના તાપણામાં એની ઠંડી ઓછી થાય. એક પુસ્તકનું નામ એવું હતું કે બુધ્ધ જો તમને રસ્તામાં મળે તો તમે એને મારી નાખજો. તમારે તમારામાંથીબુધ્ધનું –પ્રબુધ્ધનું સર્જન કરવાનું છે.
ઇશ્વર વિરાટ છે અને વામન છે. એ પાપી અને શયતાન છે અને સંત પણ છે. આપણે જેવા છીએ એવો એ છે. એ જંતુ પણ છે અને ઇશ્વર પણ છે.એને જોઇ શકાય છે અને અનુભવી શકાય છે. નકરી વાસ્તવિક્તાછે.
આ આખું જગત ઇશાવાસ્યમ્ છે.
એને ભૂતકાળ નથી,ભવિષ્ય નથી. જન્મ કે મરણ નથી. આપણે જ એનામાં વસતા હોઇએ છીએ. ઇશ્વર અને આપણે જુદા નથી. હાથથી કામ કરતો માણસ , શ્રમ કરતો માણસ—શ્રમજીવી ઇશ્વર છે. શ્રમને કારણે પરસેવાના ટીપામાં ગંગાજળનો અનુભવ થઇ શકે. આપણે બધા જ એનાં પ્રતિબિંબો છીએ અને જગત આ પ્રતિબિંબો થી સભર અને સમૃધ્ધ છે. એ કાશીમાં નથી કે કૈલાસમાં નથી. આપણા શરીરને મંદિર બનાવીએ તો આપણા આત્મામાં એ પરમાત્મા થઇ રહી શકે.

આપણે મૂર્તિપૂજામાં ફસાયેલા છીએ. ક્રિયાકાંડમાં અટવાયેલા છીએ. આપણે અસલને ભૂલી ગયા છીએ અને કલ્પિત પડછાયાના પ્રેમમાં છીએ. આપણે એની તલાશમાં અમથું અમથું દોડ્યા કરીએ છીએ અને પડછાયાને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ખોટું ઝૂઝીએ છીએ. ઇશ્વર તો આપણી આંખ સામે હાજરાહજૂર છે. આપણા હોવાપણામાં જ ઇશ્વરનું હોવાપણું છે. ઇશ્વરની પથ્થરની મૂર્તિને ભાંગી નાખો.
http://gopalparekh.w...aa%be-2/source-
0

#12 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 08 July 2012 - 07:36 PM

ભજ ગોવિંદમ્// શંકરાચાર્ય

Gopal Parekh
BHAJA GOVINDAM

યાવદ્ વિત્તોપાર્જનસક્ત-
સ્તાવન્નિજપરિવારો રક્ત:
પશ્ચાદ્ ધાવતિ જર્જરદેહે
વાર્તા પૃચ્છતિ કોઅપિ ન ગેહે:….5

“માણસજ્યાં સુધી ધનદોલત કમાતો હોય ત્યાંસુધી જ એનો પરિવાર એના પર પ્રેમ વર્ષાવે છે. પાછળથી જ્યારે ઘડપણથી જીર્ણ બનેલું એનું શરીર લથડિયાં ખાતું થાય ત્યારે એના જ ઘરમાં એનો કોઇ ભાવ પૂછતું નથી.” અગાઉના શ્લોકમાં જીવનની નશ્વરતાનું વર્ણન કર્યું. એથી કોઇ પૂછે કે, જીવનને ફિક્કું બનાવતી આવી વાતો કરવાથી શો લાભ? જોતા નથી…. મને મારાં સ્વજનો કેટલું ચાહે છે? સ્વજનોનો પ્રેમ અને વૈભવનો આનંદ લૂંટ્વાનું છોડી જીવનને ઉદાસીનતાથી ભરવામાં ક્યું ડહાપણ છે?આવો પ્રશ્ન કરનાર સંસારી માણસ ભૂલી જાય છે કે પ્રકૃતિ પ્રતિક્ષણ કરવટ બદલતી રહે છે. વ્યક્તિવ્યક્તિનો પ્રેમપોતપોતાના સ્વાર્થને કારણે જ છે ને તે માટે જ ટકે છે. આમાં પ્રેમ કરનાર તેમ જ પાછળથી પ્રેમ ન કરનાર વ્યક્તિનો દોષ નથી. પ્રતિક્ષણ બદલાતી પરિસ્થિતિ જ એમ કરાવે છ. વ્યક્તિનો સૌથી વધુ પ્રેમ પોતાના વિષે જ હોય છે.બીજા બધા પ્રેમ કે અનુરાગોનું માધ્યમ પોતાનો દેહ જ છે. એ દેહ જ્યારે જરજીર્ણ થાય કે રોગગ્રસ્ત બને ત્યારે વશમાં રહેતો નથી. ઇચ્છ્યું કરતો નથી, તો બીજાની ક્યાં વાત? પરમાત્માપ્રીતિ તેમ જ આત્મસાક્ષાત્કારને જ પરમ કર્તવ્ય માનનાર મનુષ્ય સ્વાર્થી નહીં પણ સાચા અર્થમાં પરાર્થી છે. એ પોતાના મોહમુક્ત અને વિવેકપૂર્ણ જીવનમાં જે કાંઇ કરશે તે પોતાની નજીકનાં તેમજ દૂરનાં, સૌ કોઇના કલ્યાણમાં જ પરિણમશે. “આત્માર્થે પૃથિવીં ત્યજેત્ ” ‘આત્મા માટે આખી ધરતીનો ત્યાગ કરવો’ એમ કહેનાર મહાભારત આત્મર્થીની વિવેકપૂર્ણ જીવનદૃષ્ટિની સર્વોપકારક્તા તરફ જ આંગળી ચીંધે છે. સ્વંજનોના મોહમાં ગળાડૂબ માણસ જ્યારે પોતાની અવસ્થા બદલાતાં તે જ સ્વજનોના વ્યવહારમાં પ્રીતિનો અભાવ જુએ છે ત્યારે, તે ખૂબ હતાશ અને દોષદર્શી બની જાય છે. એના એવા વર્તન માટે બીજું કોઇ જ નહિ પણ એ પોતે જ જવાબદાર છે. કારણ કે એણે વાસ્તવિક્તાને કદી પિછાણી જ હોતી નથી. અને જ્યારે જીવનનું સત્ય નગ્ન રૂપમાં સામે આવીને ઊભું રહે છે ત્યારે, એની માન્યતાઓના ભુક્કા થઇ જતા જોઇને તે અકળાય છે ને વલોપાત કરી સ્વાભાવિક રીતે આવી પડેલી યાતનાને અનેક ગણી વધારી મૂકે છે.બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યે પોતાની પ્રિયા મૈત્રેયીને આ જ વાત કહી છે: ”ના વા અરે ! પત્યુ: કામાય પતિ: પ્રિયો ભવતિ, આત્મનસ્તુ કામાય પતિ: પ્રિયો ભવતિ “2,4,5. અરી પાગલ ! પત્ની પતિને ચાહવા માટે, પતિના આનંદ માટે, નથી ચાહતી પણ અપોતાની ખુશી માટ એ ચાહે છે. આવું જ પતિના પત્ની પ્રત્યેના તેમ જ અન્યોન્યના સંબંધમાં જાણવું. પોતાને અન્ય કોઇ સુખ નહિ આપી શકે પણ પોતાનું સદ્ વર્તnતેમ જ સત્ય માર્ગનું અનુસરણ અને વાસ્તવિક દૃષ્ટિ જ સુખ આપી શકે, આ વાત સૌ કોઇએ સમજી લેવી ઘટે.

યાવજ્જીવો નિવસતિ દેહે
કુશલં તાવત્પૃચ્છતિ ગેહે..
ગતવતિ વાયૌ દેહાપાયે
ભાર્યા બિભ્યતિ તસ્મિનકાયે….6
“જ્યાંસુધી દેહમાં જીવ હોય ત્યાંસુધી ઘરમાં કુશળસમાચાર પુછય છે. જ્યારે પ્રાણ નીકળી જાય ને દેહ શબ બની જાય ત્યારે તે જ શરીરને જોતાં ભાર્યા પણ ભયભીત થઇ જાય છે.”
જીવતા પુરુષને તેની પત્ની વહાલથી કુશળસમાચાર પૂછે છે, તેના સુખની ચિંતા કરે છે. જે શરીર માટે તે વહાલ વરસાવે છે તે જ શરીર જીવ જતાં બિહામણું બની જાય છે. આ વાત સર્વ પ્રકારના સંબંધોમાંબનતી હોય છે. પ્રાણહીન શરીર બેઠું થાય તો તેને જોઇ એ જ સ્વજનો એને ભૂત સમજી ભાગાભાગી કરશે. જે શરીરને માટે અપાર આસક્તિ હતી તે જ શરીર નિશ્ચેતન દશામાં જુગુપ્સાજનક બની જાય છે. આ કુદરતી પરિવર્તનને નિશ્ચિત સમજીને પ્રથમથી જ શરીરનો મોહ ન કરવો. આનું તાત્પર્ય એવું નથી કે કોઇએ કોઇના પ્રત્યે અનાદર કે અણગમો રાખવો. પણ પરિવર્તનશીલ સંસારમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિવર્તનો અચૂકપણે આવતાં જ હોય છે. માટે કોઇ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે મોહ ન રાખતાં વિવેકબુધ્ધિથી તેના પ્રત્યે ઘટતો પ્રેમ જ રખાય અને સંયોગની જેમ વિયોગની સ્થિતિની પણ સંભવના ધ્યાનમાં રાખવી જોઇએ,. મહાભારત કહે છે: ક્ષયાંતા:સંચયા: સર્વે પતનાંતા: અમુચ્છૃયા:… સંયોગા વિપ્રયોગાંતા મરણાંતં ચ જીવિતમ્ …. બધા જ સંચયો (જોડાણ) અંતે નાશ પામે છે.ઉપર ચઢેલા નીચે પછડાય છે. સંયોગ વિયોગમાં પરિણમે છે ને જીવનનો અંત આખરે મરણ જ છે. બાલસ્તાવ ક્રિડાસક્ત
સ્તરુણસ્તાવ તરુણીરક્ત:

વૃધ્ધ્સ્તાવ ચિંતામગ્ન:
પરે બ્રહ્મણિ કોઅપિ ન લગ્ન: …..7
“ બાળક રમતગમતમાંમશગૂલ હોય છે, યુવાન યુવતી સાથે વિલાસમાં રત છે, વૃધ્ધને વળી દુનિયાભરની ચિંતા સતાવે છે. આમ દરેક પોતપોતાની સાંસારિક પળોજળમાં મશગૂલ હોય છે. ભલા !પરબ્રહ્મમાં કોઇનું યે ચિત્ત પરોવાયેલું નથી.” સૌ કોઇ પોતપોતાની અવસ્થાને અનુરૂપ સંસારની નાશવંત પ્રવૃતોમાં રાચે છે. યુવાની પ્રણયલીલાના નશામાં ક્યારે વીતી ગઇ તેનું ભાન રહેતું નથી. વૃધ્ધાવસ્થા પોતાનાં પુત્ર્પુત્રીઓની જ નહીં પણ દુનિયાભરની ઘટનાઓને પોતાની રીતે નિહાળવામાં અને પોતાની અક્કલ પ્રમાણે ન ચાલવામાં સંતાનોપ વગેરે દુ:ખી થશે એવી વિમાસણમાં વિતાવે છે.સૌ કોઇ જે કાંઇ સરકી રહ્યું છે, નાશપામી રહ્યું છે, તેની આસક્તિમાં તરબોળ છે, પણ જે પામવાથી કાયમી સુખશાંતિ સાંપડે તે પ્રત્યે બેદરકાર છે. સમસ્ત જગતને સાચા પુરુષાર્થથી વિમુખ જોઇને આચાર્યનું કરુણા છલકતું હૃદય જાણે વલોવાય છે.
કાતે કાંતા ? કસ્તે પુત્ર:?
સંસારો અયમતીવ વિચિત્ર:..
કસ્ય ત્વં? કુત આયાત:?
તત્ત્વં ચિંતય તદિદં ભ્રાત:….8
”તારી પત્ની કોણ? તારો પુત્ર કોણ? ભલા ! આ સંસાર ખૂબ વિચિત્ર છે.તું પોતે કોણ છે ને ક્યાંથી આવ્યો છે?અરે ભાઇ ! આના તત્ત્વનો—રહસ્યનો—જરા વિચાર તો કર.” તારો અને તારી પ્રાણપ્રિયાનો સંબંધ ક્યારથી થયો ને ક્યાંસુધી રહેશે ? જે પુત્રપુત્રી માટે તું અપાર દુ:ખ વેઠી ધનસંચય કરવા માંડ્યો છેતેમનો અને તારો સંબંધ પણ કેટલો? તું જાતે શું છે? દેહ અને નામ તો જન્મ પછી મળ્યાં પણ તે અગાઉ તું ક્યાં હતો ?ક્યાંથી આવ્યો ને આખરે ક્યાં જશે? ખરેખર જાણવા જેવી આ બધી બાબતોનો કદીવિચર કર્યો છે.? જે દેહને શણગારવામાં અને લાડ લડાવવામાં તું રાતદિન મશગૂલ છે તેનું, તેની સાથે જડાયેલીઇન્દ્રિયોનું, તારાં મનબુધ્ધિ તેમ જ પ્રાણ નું મૂળ ક્યાં છે? એમનો ને તારો કેટલો ને કેવો સંબંધ છે? તેઓ તને સુખ આપે છે કે દુ:ખ?અથવા તેઓ દુ:ખ આપતાં હોય તો તેનું કારણ શું?એમાં તારી બેવકૂફીનો હિસ્સો કેટલો?આ બધી મહત્ત્વપૂર્ણ હકીકતો પ્રત્યેતું બેધ્યાન રહે છે અને તુચ્છ બાબતોની પાછળ રાતદિન લાગ્યો રહે છે; આ તે કેવી પામરતા ! સંસારના પદાર્થો તેમ જ વિવિધ સંબંધો સુખદાયીલાગે છે, પરંતુ એમાં તથ્ય કેટલું? ભુલભુલામણી કેટલી? સંસાર ખરે જ વિચિત્ર છે. એના સોહામણા સ્વરૂપમાં ક્યા દુ:ખદાયી કંટકો છુપાયેલા છે તેનો વિવેક થતો રહે, તો કંટકોથી બચીને એના સાચા સ્વરૂપનું અતુરતાપૂર્વક સેવન થઇ શકે. સ્વને- આત્માને વીસરી તેના પ્રકાશમાં પ્રકાશતાં ને તેના આધારે પ્રવૃત્તિ કરતાં દેહેન્દ્રિયોની આળપંપાળમાં જાતને ખોઇ નાખી, આત્માને જ વિસારી મૂકવો એમાં ડહાપણનું દેવાળું જ છે, એમ કહી આચાર્ય શંકર મૂઢ માનવને સભાન કરવા પ્રેમભિંજ્યા કોરડા ફટકારે છે.

0

#13 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 06 August 2012 - 11:08 PM

એક કડવી હકીકત


આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-


જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;


અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે...!!!

જીવન શું છે...?


સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!

જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;


જયારે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.…!!!

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે “યાદ રાખતા શીખો".


અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો...”!

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,


ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં Diet ખાખરા...!!!
0

#14 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 13 August 2012 - 11:57 PM

Lecture by Gujarati short story writer Dr Sharad Thakar at Asmita Parv, Mahua
0

#15 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 14 August 2012 - 12:01 AM

Famous Gujarati poet and writer Prof. Vinod Joshi presenting a lecture on 'Sanskaar' at Asmita Parva


0

#16 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 23 August 2012 - 10:50 AM

મૃત્યુથી પડેલી ખોટ


છૂટા પડી જવાનો એ ભયાનક વિધ્વંસ

તમે એકદમ અચાનક ને આટલી ઝડપથી મૃત્યુ પામ્યા ત્યારે…

વિદાયવચનો પણ નહીં, હું તમારી પાસેય નહોતી.

હું આવી તે પહેલાં તો તમે ચાલ્યા ગયા હતા,

આત્મા પોતાનો દુન્યવી કોચલામાંથી ઊડી ગયો હતો,

હજી ગઇ કાલે તો ઉષ્માભર્યો, જીવતો જાગતો, માણસ, પ્રેમાળ,

મમતાભર્યો,

આજે એક શરીર, ઠંડુગાર અને ઉજ્જડ –સમગ્ર ચેતન

ચાલ્યું ગયેલું.

હું કેમ માની શકું કે તમે મૃત્યુ પામ્યા છો, તમે એટલા

તો જીવંત હતા,

મારા સૌથી પ્રિય સાથી સત્તર વર્ષ સુધી?

ગયા, ગયા, ગયા અને હું રહી જીવ્યા કરવા માટે,

આવા જખમો સાથે હું કેમ જીવી શકું?

મારો આત્મા ભાંગી પડ્યો છે, એ ક્યારેય કેમ શાતા પામશે?

તમે જે દિવસે એકદમ અચાનક તમારા જીવનનો અંત આણ્યો

ત્યારે સૂનકાર ને શોકે મારા જીવનમાં પ્રવેશ કર્યો.

(2)એક પિતા મૃત્યુ પામ્યા

હું મારાં બાળકો સાથે એમના પિતાની વાત કરી શકતી નથી….

એમને ગુમાવ્યા છે એમણે અને મેં.

જ્યાં પિતા હોવા જોઇએ ત્યાં ખાલી અવકાશ છે.

જ્યાં પતિ હોવો જોઇએ ત્યાં ખાલી અવકાશ છે.

મારાં બાળકો અને મારી વચ્ચે શોકનો દરિયો છે.

—ને હું એમના પિતા વિશે વાત કરી શકતી નથી.

કદાચ એમને લાગતું હશે કે હું એમના પિતાને ભૂલી ગઇ છું.

—-આટલાં બધાં વરસો પછી.

ફક્ત એટલું જ કે હું એમને વિશે વાત કરી શકતી નથી

આ બધાં આંસુઓને લીધે.

(શાંતિના આ શબ્દો/માર્જોરી પાઇઝર) માંથી

0

#17 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 31 August 2012 - 06:52 PM

બીબી-ઓ-બીબી
1.

Quote on a man’s T-shirt:

All women are devils…

But my wife is QUEEN of them!2.

सुख तो आपका पुण्य होगा उतना मिलेगा…..

लेकिन, शांति तो आपकी घरवाली की इच्छा होगी उतनी ही मिलेगी!3.

बीवी: कोई आदमी चोरी करता है,

उसे पछतावा होता है..

आपने कभी चोरी की है? पति: 10 साल पहेले तेरा दिल चुराया था…

आज तक पछताता हु!!4.

Man was sent on earth to suffer…

Women was sent to make sure it happens!

5.

अच्छी बीवी और चुड़ैल में क्या समानता है?

दोनों के बारे में बहुत सुना है, पर किसीने कभी देखा नहीं!!

6.

A man asked for poison.

Chemist refused, since it required prescription.

He showed his Marriage Certificate.

Chemist: बस कर भाई, रुलाएगा क्या? बड़ी बोतल दू या छोटी?7. डॉक्टर: ये 3 दांत कैसे टूटे?

मरीज़: जी, वो… बीवी ने लड्डू बनाये थे….

डॉक्टर: तो ना बोल देते!

मरीज़: तो तो पुरे 32 के 32 टूट जाते…!!!8. Marriage is a relationship in which one person is always right,

And other is husband!9. Husband & Wife always compromise.

Husband always admits that he is wrong, and wife agrees with him.10. Husband & wife had a long argument.

Wife concluded: See dear; do you want to WIN or be HAPPY?11. A man speaks 25000 words daily,

A woman speaks 30000 words.

Problem starts when husband comes from office after finishing his 25000,

&

Wife starts her quota of 30000 words!12. बीवी: तुमने कभी सोचा, मेरी शादी किसी और से होती तो क्या होता?

पति: नहीं…. में कभी किसीका बूरा नहीं सोचता…!!13. Boy: My dad is billionaire & 93-years old.

He will die soon.

Will you marry me?

Girl: NO.

A week later she became his step-mother.

Moral: Don’t give ideas to girls.14. समुन्दर से कहे दो अपनी लहेरो को समेट के रखे,

ज़िन्दगी में तूफान लाने के लिए घरवाली ही काफी है….15. Two things in life are difficult to achieve:

(1) to plant your idea in someone’s head, &

(2) to plant somebody’s money in your pocket.

* He who succeeds in the 1st, we call him TEACHER;

* He who succeeds in the 2nd, we call him GOVERNMENT;

* The one who succeeds in both, we call WIFE; &

* The one who fails in both, we call HUSBAND!16. उसने कहा: मेरी बीवी तो स्वर्ग की अप्सरा है…

हमने कहा: खुशनसीब हो मेरे भाई,

मेरी तो जिंदा और जान-लेवा है…!!17. संता: यार, में कुछ भी करता हु, मेरी बीवी बीच में आ जाती है…

बनता: यार, तु कार चला के देख..!18. Husband: Do you know the meaning of WIFE?

It Means-Worries Invited For Ever…

Wife: No; it means- With Idiot For Ever !!!19. Three dolls in a man’s Life:

(I) His Daughter: Barbie Doll

(ii) His Girlfriend: Baby Doll

(iii) His Wife: डामाडोल…!!!20. No one teaches a volcano how to erupt…

No one teaches a tsunami how to arise…

No one teaches a hurricane how to sway around…

No one teaches a man how to choose a wife…

Natural Disasters just happen…!!!21. Why are wives more dangerous than the Mafia?

The Mafia wants either or money or life…

The wives want both!22. Searching these keywords on Google ‘How to tackle wife?’

Google search result, ‘Good day sir, Even we are searching’.23. Compromising does not mean you are wrong and your wife is right.

It only means that the safety of your head is much more important than your ego!24. Imagine living with 3 wives in one compound and never leaving the house for 5 years.

Osama Bin Laden must have called the US Navy Seals himself!25. Whisky is a brilliant invention…

One double and you start feeling single again.26. A friend recently explained why he refuses to get to married.

He says the wedding rings look like miniature handcuffs.27. STILL PEOPLE WANT TO MARRY!!!

FULL FORM OF SHAADI “शादी”

S – शांति भंग

H – हिम्मत ख़तम

A – आजादी समाप्त

A – आराम हराम

D – दिमाग ख़राब

I – इंसान खलास..!28. सरदार ने Airhostess से कहा: आपकी सूरत और आवाज़ बिलकुल मेरी बीवी जैसी है.

Airhostess ने एक तमाचा मार दिया…

सरदार: कमाल है; आदत भी वैसी ही है.!!!29. बीवी: अगर में खो गयी, तो क्या करोगे??

संता: में निर्मल बाबा के पास जाऊंगा.

बीवी: तुम कितने अच्छे हो… क्या कहोगे उनसे?

संता: कहूँगा, बाबा, आप की कृपा हो गयी.!!!30. पत्नी ने पति के गाल पे जोरदार तमाचा मार के मच्छर मार दिया.

पति गुस्से हो गया…

पत्नी: जो खून मुझे पीना है, वो कोई दूसरा पी जाए, तो कैसे चलेगा?!31. American: In India, do you guys call your wives ‘HONEY’ in your native language?

Indian: Oh no; we call them BEE-BEE… they sting twice as hard as HONEY BEE…32. एक आदमी मंदिर में बोल रहा था:

हे भगवान,

तेरी दया,

तेरी कृपा,

तेरी श्रद्धा,

तेरी आराधना,

तेरी अर्चना,

तेरी भक्ति,

तेरी पूजा,

तेरी आरती,

तेरी माया,

तेरी गीता,

तेरी विद्या,

तेरी रिद्धि,

तेरी सिद्धि,

तेरी लक्ष्मी,

तेरी करुणा,

तेरी महेर,

तेरी लीला..

…… मेरी एक भी नहीं…!!??Lastly, in Gujarati language:

લખુભા: મારી પત્ની તો દેવી છે…

જોરુભા: દેવી તો મારે ય છે; પણ એને લ્યે કોણ..??!!http://gopalparekh.w...aa%ac%e0%ab%80/
0

#18 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 24 January 2013 - 04:53 PM

તારાથી એને ના વઢાય પ્રભુ?

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?

- પ્રણવ પંડ્યા

0

#19 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 28 January 2013 - 05:07 PM

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલમારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
….http://www.mavjibhai...
l
0

#20 User is offline   Shuklas 

 • Advanced Member
 • PipPipPip
 • Group: Members
 • Posts: 16,511
 • Joined: 27-April 06
 • Gender:Male

Posted 28 January 2013 - 06:20 PM

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ

કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!

સ્વર અને સંગીત : ઇસ્માઈલ વાલેરા


કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો


http://tahuko.com/?p=587
0

Share this topic:


 • (6 Pages)
 • +
 • 1
 • 2
 • 3
 • Last »
 • You cannot start a new topic
 • You cannot reply to this topic

1 User(s) are reading this topic
0 members, 1 guests, 0 anonymous users