Sur Sangat: Shuklas : વીણેલા મોતી - Sur Sangat

Jump to content

  • (2 Pages)
  • +
  • 1
  • 2
  • You cannot start a new topic
  • You cannot reply to this topic

Shuklas : વીણેલા મોતી વીણેલા મોતી

#21 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 9,403
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 18 February 2013 - 08:25 PM

સાજન, થોડો મીઠો લાગે.. – હરિન્દ્ર દવે


હોઠ મલકે તો – હરિન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની,
સાજન, થોડો મીઠો લાગે…

તારી સંગાથે પ્રેમનો અજાણ્યો,
મુલક કયાંક દીઠો લાગે…

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ,
કે એકલાનો રાહ એકધારો…

મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો,
ભલે આઘો ઠેલાય આ કિનારો…

મધમીઠો નેહ તારો માણું,
સંસાર આ અજીઠો લાગે…

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે,
એની આંખમાં ઉજાગરાની લાલી…

લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ,
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી…

તારી આંખના ઉજાગરાનો,
છલકાતો રંગ જો મજીઠો લાગે…

હોઠ મલકે તો મોટી મહેરબાની,
સાજન, થોડો મીઠો લાગે…

તારી સંગાથે પ્રેમનો અજાણ્યો,

મુલક કયાંક દીઠો લાગે…



- હરિન્દ્ર દવે

0

#22 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 9,403
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 18 February 2013 - 08:27 PM

તમે થોડું ઘણું સમજો તો – હરિન્દ્ર દવે

તમે થોડું ઘણું સમજો તો સારું,
વહેતા વાયરાને કેમ કરી વારુ…

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ,
એની અણધારી ચોટ ઉરે લાગી…

જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી,
એની ભ્રમણામાં રાતભર જાગી…

ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ,
તમે થોડું ઘણું સમજો તો સારું,
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ…

આપણી તે મેડીએ રે આપણ બે એકલા,
ને ફાવે તેવી તે રીતે મળજો…

મોટા નાનામાં મારે નીચા જોણું છે,
રહો અળગા કે વાટ ના આંતરજો…

મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ,
તમે થોડું ઘણું સમજો તો સારું,
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ

0

#23 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 9,403
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 21 May 2013 - 04:31 PM

બા ! તું હતી તો…

નરેંન્દ્ર ગોસ્વામી(અખંડ આનંદ માર્ચ-2012)

તું હતી તો, બા ! ઘર ભર્યું ભર્યું હતું !

ઘર, ઘર હતું !

બાપુની કડકાઇ ! કાકાનો રૉફ ! ફૈબાની જમાવટ !

અને દાદા-દાદીની સ્નેહાદ્ર રસનિર્ઝરતી ગોદ !

બા ! આ બધું હતું તો તું હતી તો હતું !

શોભિત ઉંબરો ચોખ્ખુંચણાક રસોડું, લીંપી-ગૂંપેલી ઓસરી

ને એવું જ ફળિયું!

ઢોર-ધાંખરની ગમાણ… વૃક્ષે ટીંગાતી પાણીની ઠીબ !

ડેલીની બહાર ‘ચાટણે’ એકસામટાં … ‘ભૂરી’નાં જાફરાં ગલૂડિયાં ચાર-પાંચ !

ફળિયામાં વેરાયેલાં બંટી ને બાજરો, થોકબંધ ચકલાં-પારેવાંનો ઘૂઘવાટ! અને…”ઢાળિયા’માં રાહ જોતી, તને અતિ વહાલી ભાંભરતી ‘કલ્યાણી’-ગાય !

બા ! આ બધું હતું તો તું હતી તો હતું !

ખીચડી, કઢી ને તારા રૂપાળા ને હુંફાળા હાથોએ ટીપેલા બાજરાના રોટલા !

દહીં… દૂધ… ને ઘી… માખણથી લથબથ સૌની થાળી !

નાનાં ભાઇ-ભાંડુનાં મોં માં મુકાતાં રસાળા કોળિયા !

બા ! આ બધું હતું તો તું હતી તો હતું !

વાર-પરબે હેતે દોડી-આવતાં મા ને માસી, ફૂઇ ને ફૂઇનાં છોરું ! આંગણું, ડેલીની પરસાળ, ઝૂલતી ખાટ, દાદાની બેઠક ને વડલાંની છાંય ચાલકાતા કલ્લોલ!

ઘર આખું મહેંક મહેંક… ગહેક ગહેક… ને ચહેક ચહેક !

બા ! આ બધું હતું તો તું હતી તો હતું !


0

#24 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 9,403
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 28 May 2013 - 04:22 PM

(કાયાકલ્પ ચૂર્ણ)

મેથી ૧૦૦ ગ્રામ, કાળીજીરી ૫૦ ગ્રામ, અજમો, હળદર, ગળો, હરડે, ગોખરુ, આમળા, વાવડિંગ, ભાંગરો, અર્જુન છાલ અને કાળામરી આ ૧૦ ચીજો ૧૦-૧૦ ગ્રામ લઇ, તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ ૧ ચમચી (૫ ગ્રામ)ની માત્રામાં સવાર-સાંજ નવશેકા પણી સાથે ૧થી ૩ માસ લેવાથી જ ચમત્કાર થવો શરૂ થશે.

આ ચૂર્ણના સેવનથી મધુપ્રમેહ, એસિડિટી, સાંધાનો વા, આમવાત, બ્લડપ્રેશર, કિડનીનું દર્દ, સફેદ ડાઘ, નજરની ખામી કે ચશ્માં, ભારે વજન કે મેદ, પેટનાં દર્દ, લોહીવિકાર, આળસ, સ્ફૂર્તિનો અભાવ, અંગતૂટ, જીર્ણ તાવ જેવાં અનેક દર્દોધીમે ધીમે મટી જાય છે. આ દવાની કોઇ આડઅસર નથી. કોઇ પણ ઉમરની વ્યકિત તે લઇ શકે છે. શરીરનો ખરેખર ‘કાયાકલ્પ’ (નવીનીકરણ) થાય છે.

0

Share this topic:


  • (2 Pages)
  • +
  • 1
  • 2
  • You cannot start a new topic
  • You cannot reply to this topic

1 User(s) are reading this topic
0 members, 1 guests, 0 anonymous users